રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ / પિતૃ પક્ષ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑક્ટોબર 2023 (16:04 IST)

Sarva Pitru Amavasya 2023: પિતૃ પક્ષની સર્વપિતૃ અમાવસ્યા પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ રીતે કરશો પિતરોની વિદાય તો થશે ધન વર્ષા

Sarva Pitru Amavasya 2023
Sarva Pitru Amavasya 2023
Pitru Paksha 2023: આ વર્ષના પિતૃ પક્ષની શરૂઆત થઈ ચુકી છે. આ 29 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયા હતા અને તેનુ સમાપન 14 ઓક્ટોબરના રોજ થશે. આ 15 દિવસ દરમિયાન પિતરોનુ તર્પણ કરી તેમનુ શ્રાદ્ધ કરવામાં આવે છે.  પિતૃ પક્ષમાં આવનારી સર્વ પિતૃ અમાવસ્યાનુ ખાસ મહત્વ હોય છે. જેનુ કારણ એ છે કે આ શ્રાદ્ધની અંતિમને સૌથી મહત્વની તિથિ હોય છે. જે પિતરોના મૃત્યુની તારીખ ખબર ન હોય કે જેમનુ નિધન અમાસના રોજ થયુ છે તેમનુ તર્પણ આ દિવસે થાય છે. 
 
પિતૃ દોષ કરી શકે છે દૂર 
 
જ્યોતિષ મુજબ જો કોઈ કારણે પિતૃ પક્ષ દરમિયાન તમે તમારા પિતરોનુ શ્રાદ્ધ નથી કરી શકતા તો તેનાથી તમને પિતૃ દોષ લાગી શકે છે. જેનાથી બચવા માટે તમે અમાસના દિવસે પણ શ્રાદ્ધ કરી આ દોષ લાગવાથી ખુદને બચાવી શકો છો. આ વખતે સર્વપિતૃ અમાસ (Sarva Pitru Amavasya 2023) 14 ઓક્ટોબરના રોજ શનિવારે આવી રહી છે. આ વખતે પિતૃ પક્ષની અમાસ પર અનેક દુર્લભ સંયોગ બની રહ્યા છે. જેની અસર બધી રાશિઓ પર પડશે. 
 
કહેવાય છે મોક્ષદાયિની અમાસ 
 
સનાતન ધર્મના વિદ્યાનો મુજબ પિતૃ પક્ષની અમાસ  (Sarva Pitru Amavasya 2023) ને મોક્ષદાયિની અમાસ પણ કહેવામાં આવે છે. આ વખતે અમાસના દિવસે શનિવાર હોવાથી આ શનિચરી અમાસ પણ કહેવાશે. આ દિવસે વર્ષનુ અંતિમ સૂર્ય ગ્રહણ પણ લાગવા જઈ રહ્યુ છે.  જેને કારણે આ દિવસ વધુ ખાસ બની જશે. એટલુ જ નહી આ દિવસે ઈન્દ્ર યોગ પણ બની રહ્યો છે. જે જાતકો માટે ખૂબ શુભ થવા જઈ રહ્યો છે. આ શુભ સંયોગની વચ્ચે જે લોકો પોતાના પિતરોનુ તર્પણ કરશે તો તેમને પિતરોના આશીર્વાદ અને પ્રેમ મળશે. 
 
સર્વ પિતૃ અમાસ પર શુ કરવુ 
 
સર્વ પિતૃ અમાસ  (Sarva Pitru Amavasya 2023) પર તમે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો.  ત્યારબાદ ગાયત્રી મંત્રનો જ આપ કરતા સૂર્ય દેવને અર્ધ્ય આપો.   આ સાથે પિતૃઓને કાળા તલ સાથે જળ અર્પણ કરવાનું ભૂલશો નહીં. પાણી ભરેલા વાસણમાં દૂધ, તલ, કુશા અને ફૂલ પણ મિક્સ કરવા જોઈએ. આ પદ્ધતિથી તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય  છે. આ દિવસે ગરીબ અથવા બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. પરિવારમાં બહેન, જમાઈ અને ભાણા-ભાણીને ભોજન કરાવવું પણ શુભ માનવામાં આવે છે. ગાય, કૂતરા, કાગડા, દેવતાઓ અને કીડીઓ માટે પણ ખોરાક આપવાનું ભૂલશો નહીં. ત્યારબાદ પિતરો આગળ શ્રદ્ધાથી શીશ નમાવીને તમારા પરિવારની મંગલ કામના કરો. આ ઉપાયથી પિતરો સંતુષ્ટ થઈને ધરતી પરથી વિદાય લે છે.