Sharad poonam -શરદપૂનમની પૂજન વિધિ
30 ઓક્ટોબરે શરદપૂર્ણિમા છે. ધર્મશાસ્ત્રમાં તેને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. પુરાણો મુજબ શરદ પૂર્ણિમાની રાત ભગવતી મહાલક્ષ્મી રાત્રે એ જોવા માટે ફરે છે કે કોણ જાગી રહ્યુ છે અને જે જાગી રહ્યુ છે મહાલક્ષ્મી તેનુ કલ્યાણ કરે છે અને જે સૂઈ રહ્યુ હોય છે તે મહાલક્ષ્મી નથી રોકાતી. લક્ષ્મીજીને જાગ્રતિ
(કોણ જાગી રહ્યુ છે)કહેવાના કારણે જ આ વ્રતનું નામ કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવી છે. આ દિવસ વ્રત કરી માતા લક્ષ્મીનુ પૂજન કરવાનુ વિધાન પણ છે. ધાર્મિક ગ્રંથોમાં લખેલ શ્લોક મુજબ...
निशीथे वरदा लक्ष्मी: को जागर्तिति भाषिणी।
जगाति भ्रमते तस्यां लोकचेष्टावलोकिनी।।
तस्मै वित्तं प्रयच्छामि यो जागर्ति महीतले।।
પૂજન વિધિ - આ વ્રતમાં હાથી પર બેસેલ ઈન્દ્ર અને મહાલક્ષ્મીનુ પૂજન કરીને ઉપવાસ રાખવો જોઈએ. રાતના સમયે માતા લક્ષ્મી સામે શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવીને ગંધ, ફૂલ વગેરેથી તેમની પૂજા કરો. ત્યારબાદ 11, 21 કે 51 પોતાની ઈચ્છા મુજબ દીવો પ્રગટાવી મંદિર, બાગ બગીચા, તુલસીની નીચે
કે ભવનોમાં મુકવુ જોઈએ. સવાર થતા સ્નાન વગેરેથી પરવારીને દેવરાજ ઈન્દ્રનુ પૂજન કરી બ્રાહ્મણોને ઘી-ખાંડ મિશ્રિત ખીરનુ ભોજન કરાવીને વસ્ત્ર વગેરેની દક્ષિણા અને સોનાનો દીપક આપવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
આ દિવસે શ્રીસૂક્ત, લક્ષ્મી સ્ત્રોતનો પાઠ બ્રાહ્મણ દ્વારા કરાવીને કમળકાકડી બેલ કે પંચમેવા અથવા ખીર દ્વારા દશાંશ હવન કરાવવુ જોઈએ. આ વિધિથી કોજાગર વ્રત કરવાથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને ધન ધાન્ય, માન-પ્રતિષ્ઠા વગેરે બધા સુખ પ્રદાન કરે છે.