રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શનિવાર, 12 મે 2018 (00:30 IST)

Where is Lord Hanuman Now - રામાયણ પછી હનુમાનજી ક્યા ગયા

આજે પણ જ્યારે હિન્દુ ધર્મમાં શક્તિશાળી યોદ્ધાઓનુ નામ લેવામાં આવે છે તો સૌ પહેલા હનુમાનજીનુ નામ લેવામાં આવે છે.  તેમની અપારશક્તિની કોઈ સીમા નહોતી. રામાયણમાં પણ હનુમાનજીની શક્તિ અને ભક્તિના વખાણ કરવામાં આવ્યા છે. હનુમાન ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ હતા. રામાયણમાં પણ તેમણે પોતાની શક્તિને પોતાના ઉચ્ચતમ સ્તર સુધી પહોંચાડી નહોતી નહી તો એ સ્થિતિમાં તેઓ લંકાનો વિનાશ કરી દેતા.  હનુમાનજીને અમરત્વનુ વરદાન પ્રાપ્ત હતુ અને તેઓ કળયુગના અંત સુધી આ દુનિયામાં વિરાજમાન રહેશે. પણ આપણા મનમાં એક પ્રશ્ન ઉઠે છે રામાયણ પછી હનુમાનજીનુ શુ થયુ.  Where is Lord Hanuman Now અને આજે તેઓ ક્યા છે. 
ઉલ્લેખનીય છે કે મહાભારતમાં જ 2 વાર હનુમાનજીના હોવાની વાત કરવામાં આવી છે. પહેલીવાર જયારે ભીમ જંગલમાં હતા તો રસ્તામાં તેમણે એક વડીલ વાનર મળ્યો. ભીમે તેમને પોતાના રસ્તામાંથી હટવાનુ કહ્યુ પણ તે વાનરે કહ્યુ કે મને તમે જ હટાવી દો  કારણ કે મારામાં આટલી શક્તિ હવે નથી રહી. ભીમે પોતાની સંપૂર્ણ તાકત લગાવી દીધી પણ તેઓ એ વાનરને હલાવી પણ શક્યા નહી. ત્યારે ભીમ સમજી ગયા કે આ કોઈ સાધારણ વાનર નથી. પછી ભીમના કહેવાથી   એ વાનરે પોતાનુ અસલી રૂપ બતાવ્યુ તે હનુમાનજી હતા અને તેઓ ભીમની શક્તિનુ ઘમંડ તોડવા માટે તેને સબક શીખવાડવા આવ્યા હતા. 
 
ત્યારબાદ હનુમાનજી અર્જુનના રથ પર તેમનો ધ્વજ બનીને સમગ્ર મહાભારતના યુદ્ધમાં તેની રક્ષા કરતા રહ્યા.  અંતમાં હનુમાનજી પોતાનુ અસલી રૂપમાં આવ્યા અને ત્યાથી ચાલ્યા ગયા.   તેમના ગયા પછી થોડી ક્ષણોમાં અર્જુનનો રથ યુદ્ધમાં રાખ બની ગયો.  ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યુ કે તે હનુમાનજી હતા જેમને કારણે યુદ્ધમાં લોહી વહ્યુ નહી કારણ કે આટલુ વિધ્વંસક અસ્ત્ર કોઈપણ વસ્તુને નષ્ટ કરી શકતુ હતુ.  Where is Lord Hanuman Now
દુનિયાના અનેક ભાગમાં હનુમાનજીને જોયા હોવાની વાતો તમે સાંભળી હશે. ચીન, ઈંડોનેશિયા, કંબોડિયામાં પણ હનુમાનજીના જુદા જુદા નામોથી તેમની કથા સંભળાવવામાં આવે છે. આફ્રિકાથી લઈને અમેરિકા સુધી શક્તિશાળી વાનર હોવાની વાતો કરવામાં આવે છે. ચૌદમી સદીમાં ઋષિ માઘવાચાર્યએ પણ હનુમાનજી સાથે સાક્ષાત ભેટ થવાની વાત કરી હતી. સત્તરમી સદીમાં તુલસીદાસે પણ માન્યુ હતુ કે હનુમાનજીએ જ તેમને રામાયણનુ હિન્દુ અનુવાદ કરવાનુ કહ્યુ ત્યારબાદ અનેક લોકોએ પણ હનુમાનજીને જોયા હોવાનો દાવો કર્યો. 
 
દરેકનુ એવુ જ કહેવુ હતુ કે હનુમાનજી આજે પણ ત્યા આવે છે જ્યા સાચા મનથી શ્રી રામનુ નામ લેવામાં આવે છે. શ્રીલંકામાં તેમના પગના નિશાનને આજે પણ તેમનુ સ્વરૂપ માનવામાં આવે છે. હનુમાનજીએ વરદાનથી અમરત્વને મેળવ્યુ હતુ અને તે કળયુગના અંત સુધી આ દુનિયામાં વિરાજમાન રહેશે.  Where is Lord Hanuman Now જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો કલ્કિ અવતાર બુરાઈનો અંત કરશે અને ફરીથી સતયુગ પ્રારંભ કરશે ત્યારે હનુમાનજી પણ એ મહાશક્તિમાં વિલિન થઈ જશે.