સોમવાર, 11 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : બુધવાર, 15 એપ્રિલ 2020 (10:57 IST)

પવનપુત્ર હનુમાનજી અહીંથી લઈ ગયા હતા સંજીવની બુટી, ગામના લોકો આજે પણ છે નારાજ

દેવભૂમિ ઉત્તરાખંડમાં એક એવું ગામ પણ છે જ્યાંના લોકો આજે પણ પવનપુત્ર હનુમાનજીથી નારાજ છે. આ ગામ દ્રોણગિરિ છે. આ ગામમાં હનુમાનજીની પૂજા કરવામાં નથી આવતી કે લાલ ધ્વજ લહેરાવવામાં આવતો નથી. 
 
ચમોલી ક્ષેત્રમાં આવતા દ્રોણગિરી ગામના લોકોનું માનવું છે કે જ્યારે લક્ષ્મણજીને શક્તિથી બેહોશ થઈ ગયા ત્યારે હનુમાનજીએ સંજીવની બૂટી માટે જે પર્વત પસંદ કર્યો તે અહીં સ્થિત હતો. દ્રોણગિરિનાં લોકો આ પર્વતની પૂજા કરતા હતા. ગામલોકોના કહેવા મુજબ, હનુમાનજી સંજીવની બૂટી લેવા આવ્યા ત્યારે પર્વત દેવ ધ્યાનમાં હતા. હનુમાનજીએ આ માટે પર્વત દેવની પરવાનગી પણ લીધી ન હતી કે ન તો તેમની સાધના પૂર્ણ થવાની રાહ જોઈ. આથી, અહીંના લોકો હનુમાનજી દ્વારા આ પર્વત ઉઠાવીને લઈ જતા નારાજ થયા.
 
એવું કહેવાય છે કે જ્યારે હનુમાનજી અહીં પહોંચ્યા, ત્યારે તેમને ગામની એક વૃદ્ધ મહિલા દેખાઈ.  તેમણે તેને પૂછ્યું કે સંજીવની બૂટી કયા પર્વત પર હશે. વૃદ્ધ મહિલાએ દ્રોણગિરી પર્વત તરફ ઇશારો કર્યો. હનુમાનજી પર્વત પર ગયા પણ સંજીવની બુટીને ​​ઓળખી ન શક્યા અને પર્વતનો ઘણો મોટો ભાગ તોડીને લઈ ગયા.  એવું કહેવામાં આવે છે કે આ વાતની જાણ થતાં ગામના લોકોએ વૃદ્ધ મહિલાનો સામાજિક રીતે બહિષ્કાર કર્યો હતો અને આજે પણ આ ગામના લોકો તેમના આરાધ્ય પર્વતની વિશેષ પૂજા-પ્રાર્થના કરતી વખતે મહિલાઓના હાથનુ ખાતા નથી