રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

આપ જાણો છો પૂજામાં કાંડા પર નાડાછડી કેમ બાંધવામાં આવે છે ?

કોઈપણ દેવી-દેવતાની પૂજામાં બ્રાહ્મણ દ્વારા આપણા કાંડા પર એક વિશેષ દોરો બાંધવામાં આવે છે.  જેને નાડાછડી  કહેવામાં આવે છે. આ દોરાને બાંધવાથી ધર્મ લાભ ઉપરાંત સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. આવો આજે જાણીએ કે પૂજામાં લાલ દોરો કેમ બાંધવામાં આવે છે અને તેના શુ સ્વાસ્થ્ય થાય  છે. 
હાથ પર જ્યા લાલ દોરો બાંધવામાં આવે છે. ડોક્ટર પણ એ જ સ્થાન પર નાડી તપાસીને બીમારી વિશે બતાવે છે.  લાલ દોરો બાંધતી વખતે આપણા કાંડા પર દબાણ પડે છે.  જેનાથી ત્રિદોષ મતલબ વાત, પિત્ત અને કફ નિયંત્રણમાં રહે છે.  
- નાડાછડીના સંબંધમાં માન્યતા છે કે તેને બાંધવાથી ત્રિદેવ મતલબ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ત્રણેય દેવીઓ મતલબ લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

- બ્રહ્માકી કૃપાથી કીર્તિ, વિષ્ણુની કૃપાથી બળ મળે છે અને શિવજી આપણા દુર્ગુણોનો નાશ કરે છે.  આ જ રીતે લક્ષ્મીથી ધન, દુર્ગાથી શક્તિ અને સરસ્વતીની કૃપાથી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. 
-નાડાછડી બાંધવાથી આ નસોની ક્રિયા નિયંત્રિત રહે છે. શરીરનો કેટલાક મહત્વના અંગો સુધી પહોંચનારી નસો કાંડાથી થઇને પસાર થાય છે. જ્યારે તમે કાંડા પર નાડાછડી બંધાવો છો તો તેનાથી તે નસો પર ક્રિયા નિયંત્રિત થાય છે. જેનાથી ગરમી, પિત્ત અને કફ જેવી સમસ્યાઓને નિયંત્રણમાં કરી શકાય છે
 
- નાડાછડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. નાડાછડી બાંધવાથી બ્લડપ્રેશર, હૃદયસંબંધી બીમારી, ડાયાબિટીસ અને પેરાલિસીસ જેવી બીમારીનું જોખમ પણ ટળે છે.
 
- નાડાછડીને, રક્ષાસૂત્ર ઉપરાંત મૌલી પણ કહે છે. એવી માન્યતા છે કે, નાડાછડીમાં દેવી કે દેવતા અદૃશ્ય રીતે વિરાજમાન હોય છે.