યુક્રેન એરપોર્ટ પર રશિયન મિસાઈલ પડી, વિસ્ફોટ બાદ લાગી આગ, વીડિયો વાયરલ
યુક્રેન વિરૂદ્ધ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ રશિયન દળોના હુમલા તેજ થયા છે. રશિયન સેના યુક્રેનના શહેરોમાં લશ્કરી મથકોને નિશાન બનાવીને હુમલા કરી રહી છે. હાલમાં, રશિયન સૈન્યનું કહેવું છે કે તે નાગરિક લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું નથી. પરંતુ આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક રશિયન મિસાઈલ ઈવાનો-ફ્રેન્કિવસ્ક એરપોર્ટ પર પડતી જોવા મળી રહી છે. 30 સેકન્ડનો આ વીડિયો એક ન્યૂઝ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.