Russia Ukraine War- ત્રીજી શાંતિમંત્રણા વચ્ચે યુક્રેનના સુમીમાં વધ્યા હવાઈ હુમલા, નવ લોકોનાં મૃત્યુ
યુક્રેનના ડિફેન્સ ઇન્ટેલિજન્સ મંત્રાલયે કહ્યું છે કે ખારકિએવના યુદ્ધમાં રશિયાના કમાન્ડરનું મૃત્યુ થયું છે.
રશિયાના અધિકારીઓએ પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
યુક્રેનના સંરક્ષણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદન પ્રમાણે વિતાલી ગેરસિમોફ રશિયન સેનામાં મેજર જનરલ હતા. તેઓ રશિયાની સેનાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં કમાન્ડર તરીકે તહેનાત હતા.
યુક્રેને એવો પણ દાવો કર્યો છે કે લડાઈમાં અનેક વરિષ્ઠ રશિયન અધિકારીઓનાં મૃત્યુ થયાં છે અને અનેકને ઈજા પણ થઈ છે.
યુક્રેનના સુમીમાં થયેલા બૉમ્બમારામાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે.
સુમીમાં સતત થઈ રહેલા હવાઈ બૉમ્બમારાના કારણે અનેક ઘરો ધરાશાયી થયા છે અને એક ઇમારતમાં ભયાનક આગ લાગી છે.
આ હુમલામાં મૃત્યુ પામેલા નવ પૈકી બે બાળકો હતાં અને આમાં એક મહિલાને ઈજા પણ થઈ છે.
સુમી એ જ વિસ્તાર છે, જ્યાં અંદાજે 700 ભારતીય વિદ્યાર્થીઓ ફસાયેલા છે