વર્ષ 1930 થી ભારતના ક્રાંતિકારીઓ ભારતને એક સંવિધાનવાળો દેશ બનાવવા માંગતા હતા પણ 26મી જાન્યુઆરીના 1950ના રોજ આપણા દેશને પૂર્ણ સ્વાયત્ત ગણરાજ્ય જાહેર કરવામાં આવ્યુ અને આ દિવસે આપણુ સંવિધાન લાગૂ થયુ હતુ. આ જ કારણ છે કે દર વર્ષે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.