શુક્રવાર, 28 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 28 નવેમ્બર 2025 (12:25 IST)

Video - અમદાવાદમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીની સામે જ ખુદને આગ ચાંપીને પહેલા માળેથી કૂદી પડ્યો, સારવાર દરમિયાન મોત

ahmedabad news
ahmedabad news
 
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક ચોંકાવી દેનારી ઘટના બની છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે લગ્ન યુવતીએ લગ્નની ના પાડતા તકરાર બાદ ઉશ્કેરાઈને યુવતીના કાર્યસ્થળે તેની જ સામે પોતાના શરીર પર પેટ્રોલ છાંટી લાઇટરથી આગ લગાવી દીધી હતી. એ બાદ આગ લાગેલી સ્થિતિમાં પહેલા માળેથી નીચે પટકાયો હતો.  કમરાનખાન પઠાણ નામના યુવકે યુવતી દ્વારા લગ્નના ઇનકાર બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું.

 
અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. યુવતીના પાડોશમાં રહેતો કામરાન નામનો યુવક તેને છ મહિનાથી હેરાન કરતો હતો અને એકતરફી પ્રેમમાં પાગલ હતો. ગઈકાલે 27 નવેમ્બરના રોજ રાતે 8:30 વાગ્યે કામરાન હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને યુવતી સાથે બોલાચાલી કરી હતી. હોસ્પિટલમાં માથાકૂટ કર્યા બાદ યુવકે તોડફોડ કરી અચાનક જ તેણે પોતાના શરીર ઉપર જાતે જ પેટ્રોલ નાખીને લાઇટરથી આગ લગાવી દીધી હતી. પહેલા માળે આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.  
 
સળગતી હાલતમાં રોડ પર તરફડિયાં મારતો હોય એવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. આ ઘટનામાં યુવતીને પણ ઈજા પહોંચી હતી, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલા યુવકનું વહેલી સવારે સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
 
 કામરાન આગ લાગેલી સ્થિતિમાં જ પહેલા માળેથી નીચે પડ્યો હતો. નીચે ડેન્ટલ ક્લિનિક હતું, ત્યાં પણ નુકસાન થયું હતું. કામરાન સળગતી હાલતમાં રોડ ઉપર આવી ગયો હતો. આસપાસના લોકોએ આગ બુજાવ્યા બાદ તેને સારવાર માટે 108 દ્વારા સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જોકે કામરાનનું મોટા ભાગનું શરીર દાઝી ગયું હોવાથી સોલા સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અસારવા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. અસારવા સિવિલમાં મોડીરાતે કામરાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.