સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 6 જૂન 2021 (18:02 IST)

શા માટે પીએમ મોદીએ ટ્વિટર પર સીએમ યોગીએને જનમદિવસની શુભેચ્છા નથી આપી? શું છે કારણ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો 5 જૂન શનિવારે જનમદિવસ હતો તે તેમનો 49મો જનમદિવસ ઉજવી રહ્યા છે. ઘણા રાજનીતિક અને બીજા ક્ષેત્રોની હસ્તીઓ તેમને જન્મદિવસની શુભકામનાઓ આપે છે
 
આમ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ પર ઘણીવાર તેમની સરકારના મંત્રીઓ, પાર્ટી નેતાઓ અને વિરોધી પક્ષોના નેતાઓને ટ્વિટર પર શુભેચ્છાઓ આપે છે, પરંતુ આ વખતે પીએમ મોદી ટ્વિટર પર સીએમ યોગીને અભિનંદન આપ્યા નથી. વડા પ્રધાને તેમને ફોન પર શુભેચ્છા પાઠવી.
 
હકીકતમાં, છેલ્લા કેટલાક અઠવાડિયાથી પીએમ મોદીએ કોઈ નેતાને ટ્વિટર પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી નથી. દેશમાં કોરોનાવાયરસની બીજી લહેરને કારણે વડા પ્રધાને આ કર્યું. યોગી  આદિત્યનાથ પહેલા 
27 મે એ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનો જન્મદિવસ હતો. પીએમ મોદીએ તેણે પણ ટ્વિટર પર શુભેચ્છા ન આપી. 
 
18 મે એ કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોતનો જન્મદિવસ હતો. 24 મે એ કેરળના મુખ્યમંત્રી પી.વિજયનનો જન્મદિવસ હતો. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરનો જન્મદિવસ 5 મેના રોજ હતો. 3 મે ના રોજ અર્જુન મુંડા, તે જ દિવસે રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો જન્મદિવસ પણ હતો. 24 એપ્રિલે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના જન્મદિવસ પર પણ પીએમ મોદીએ ટ્વિટર પર તેમની શુભેચ્છા પાઠવી ન હતી.
 
જો કે, બીજી તરફ સીએમ યોગીના જન્મદિવસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી પ્રધાન રાજનાથ સિંહ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા અને તેમના
 સરકારમાં લગભગ તમામ મંત્રીઓએ તેમને શુભેચ્છા પાઠવી અને લાંબી ઉમ્રની કામના કરી.