ગુજરાતમાં મહિલા ધારાસભ્યોને રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળશે
લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે સરકારને આ ગ્રાન્ટ માટે રજૂઆત કરી હતી
અમદાવાદઃ ગત માર્ચ મહિનામાં યોજાયેલા વિધાનસભાના સત્રમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મહત્વની જાહેરાત કરી હતી. મહિલા ધારાસભ્યોને વધારાની એક કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે.લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે આ અંગે માગ કરી હતી. નાણાવિભાગની માગણીઓમાં મહિલા ધારાસભ્યોએ રજૂઆત કરી હતી. ત્યારે મહિલા ધારાસભ્યોની આ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને તેમની ગ્રાન્ટ વધારવામાં આવી હતી. ત્યારે હવે મુખ્યમંત્રીએ મહિલા ધારાસભ્યોને વધુ એક ભેટ આપી છે. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.
સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને લોકહિતના કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં 15 મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24 નાં વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.
મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆત બાદ નિર્ણય લેવાયો
ગુજરાત વિધાનસભામાં વિધાયક તરીકે જન પ્રતિનિધિત્વ કરતા મહિલા ધારાસભ્યોને પ્રત્યેકને તેમના વિસ્તારોમાં રોડ-રસ્તાનાં વિવિધ કામો માટે વધારાના સવા કરોડ રૂપિયાની ગ્રાન્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ મહિલા જનપ્રતિનિધિ હિતલક્ષી નિર્ણયની ફળશ્રુતિ જોવા મળશે. અગાઉ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારોમાં વિકાસ માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. ત્યારે મુખ્યમંત્રી સમક્ષ આ અંગે રાજ્યના મહિલા ધારાસભ્યોએ કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતાં તેમણે આ નિર્ણય કર્યો છે.