ઓગસ્ટમાં દેખાશે કોરોનાની ત્રીજી લહેરનો કહેર, ઓક્ટોબરમાં પીક પર, રિપોર્ટમાં ખુલાસો
ભારતમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હજુ ખતમ થયો નથી અને હવે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરને લઈને ચેતાવણી રજુ કરી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ઓગસ્ટના મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. જેમા દરરોજ એક લાખ કોરોના કેસ જોવા મળી શકે છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે ખરાબ સ્થિતિમાં કોરોનનાઅ મામલા દોઢ લાખ સુધી પહોંચી શકે છે. વિશેષજ્ઞો મુજબ ઓગસ્ટ મહિનાના શરૂઆતમાં આવનારી ત્રીજી લહેર ઓક્ટોબરમાં પોતાના પીક પર જઈ શકે છે. બીજી લહેરમાં લાચાર સ્વાસ્થ્ય વ્યવસ્થાની તસ્વીર ડરાવનારી હતી જો ત્રીજી લહેરે પણ આવી તબાહી મચાવી તો દેશ માટે મુશ્ક્લી ઉભી થઈ શકે છે.
હૈદરાબાદ અને કાનપુરની IITમાં મથુકુમલ્લી વિદ્યાસાગર અને મનિન્દ્ર અગ્રવાલના નેતૃત્વમાં શોધકર્તાની રિપોર્ટ મુજબ બ્લૂમબર્ગે જણાવ્યુ કે કોવિડ -19 કેસોમાં વધારો કોરોનાવાયરસ રોગચાળાની ત્રીજી લહેરને વેગ આપશે. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં તે પીક પહોંચી શકે છે. વિશેષજ્ઞોએ કહ્યું કે કેરલ અને મહારાષ્ટ્રમાં જે રીતે કેસ જોવા મળી રહ્યા છે તેનાથી સ્થિતિ બગડી શકે છે.
રોજ દિવસે દોઢ લાખ કોરોનાના કેસ
જોકે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ખતરનાક નહીં હોય. જ્યારે દેશમાં દરરોજ 4 લાખ કોરોના કેસ જોવા મળી રહ્યા હતા, આ વર્ષે કોરોનાની સ્થિતિનો અંદાજ લગાવનારા નિષ્ણાતોનુ અનુમાન એક ગણિતીય મોડલ પર આધારિત હતુ. મે મહિનામાં, IIT હૈદરાબાદના એક પ્રોફેસર વિદ્યાસાગરે કહ્યું કે કે ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ આવનારા ગણિતીય મોડલના આધાર પર ચરમ પર હોઈ શકે છે.
કેન્દ્ર સરકારની ચેતવણી
, ભારતમાં રવિવારે કોરોનાના 41,831 નવા કેસ નોંધાયા અને 541 લોકોનાં વાયરસથી મોત નીપજ્યાં. કેન્દ્ર સરકારે કેરલ, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના પ્રદેશો સહિત 10 રાજ્યોને ચેતવણી આપી છે કે વધતા સંક્રમણ વચ્ચે કોરોનાવાયરસના ફેલાવાને રોકવા માટે પગલાં લેવા જોઈએ.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કોરોના વાયરસ ડેલ્ટા વેરિએન્ટ ચિકનપોક્સની જેમ સરળતાથી ફેલાઈ શકે છે અને વેક્સીન લગાવનારાઓમાં પણ ફેલાય શકે છે. ઇન્ડિયન Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG) ના ડેટા અનુસાર, મે, જૂન અને જુલાઈમાં દર 10 કોવિડ-19 કેસમાંથી લગભગ 8 કોરોનાવાયરસના અત્યાધિક સંક્રમક ડેલ્ટા સક્રમણના કારણ રહ્યા હતા.