ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી
ગુજરાતમાં જામનગરમાં ઓમીક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિએન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા
મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.
આ સૂચનાઓના પાલનમાં સતર્કતા રાખીને કોઈ બાંધછોડ નહિ કરવા તાકીદ કરી હતી
ગુજરાતમાં ૩-T: ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસમાં ટ્રીટમેન્ટની વ્યૂહરચના સાથે આગળ વધવા તેમણે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી
મુખ્યમંત્રીશ્રીએ આ નવા વેરિઅંટ સંદર્ભમાં પણ સૌ નાગરિકોને સતર્કતા અને સાવચેતી રાખવાનો ખાસ આગ્રહ કરતા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઇઝેશનનો ઉપયોગ પૂર્ણપણે કરવાની અપીલ પણ કરી છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવ શ્રી કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
.....