બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (15:25 IST)

વૃષ્ટિ-શિવમને શોધવા પોલીસે 3 ટીમ બનાવી, મોબાઈલ લોકેશન મહેસાણા મળતા પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી વૃષ્ટિના ગુમ થવા મામલે નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાનના ટ્વીટ બાદ જાગેલી પોલીસે વૃષ્ટિ અને તેના મિત્ર શિવમ પટેલની શોધખોળ શરૂ કરી છે. વૃષ્ટિના મોબાઈલનું લોકેશન મહેસાણા હોવાની જાણ થઈ છે. જેને પગલે વૃષ્ટિ અને શિવમને શોધવા પોલીસે 3 ટીમ બનાવી છે. જેમાં પીએસઆઇ લેવલના અધિકારી છે. શિવમ અને વૃષ્ટિ બંને ઉવારસદ નજીક આવેલી કોલેજમાં સાથે ભણતા હતા. મહેસાણા લોકેશન પર તપાસ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે વૃષ્ટિ ગુમ થયાનું પોસ્ટર લગાવ્યું છે. તેની ભાળ મેળવનારને પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે. શિવમનો પરિવાર અમેરિકા રહેતો હોવાનું જાણવા મળ્યું છે. વૃષ્ટિ શિવમના ઘરે આવી હતી અને ત્યાંથી ગુમ થઈ છે. વૃષ્ટિ જશુભાઈ નામની 23 વર્ષીય યુવતી છેલ્લા 3 દિવસથી ગુમ થઈ છે. તેના પરિવારજનોએ આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ગુમ થયા મામલે નોંધ કરાવી છે. વૃષ્ટિને શોધવામાં સોશિયલ મીડિયાની મદદ લેવામાં આવી રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ સોહા અલી ખાન દ્વારા વૃષ્ટિના ફોટો સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટમાં સોહા અલી ખાને વૃષ્ટિ છેલ્લા 2 દિવસથી ગુમ છે અને તેનો ફોન બંધ આવે છે. તે અમદાવાદમાં રહે છે અને તેના માતાપિતા ચિંતા કરી રહ્યાં છે જેથી મદદ કરો અને એક મોબાઈલ નંબર લખ્યો છે. સોહા અલી ખાનના ટ્વીટ બાદ અનેક લોકોએ ટ્વીટ કર્યું હતું જેમાં ગુજરાત પોલીસના ટ્વિટર એકાઉન્ટમાં ટેગ કરી મદદ માંગતા ગુજરાત પોલીસે અમદાવાદ પોલીસને ટ્વીટ કરી આ મામલે તપાસ માટે કહ્યું હતું.