ગુજરાતમાં દર ત્રીજી વ્યક્તિએ એક વાહન: ૧૦ વર્ષમાં ૧૩૫ ટકાનો તોતિંગ વધારો થયો
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં વાહનોની સંખ્યા ૧૩૫ ટકા વધી છે. રાજ્યમાં ૨૫ લાખ ટ્રાન્સપોર્ટ વાહનો છે જ્યારે નોન ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યા ૨.૦૭ કરોડ જેટલી છે. વાહનોની સંખ્યા વધવાના વધવાના કારણે સ્વાભાવિક રીતે જ પાર્કિંગ અને ટ્રાફિક નિયમનની સમસ્યા ઊભી થઇ છે. ગુજરાતમાં છેલ્લી ગણતરી પ્રમાણે એક કરોડ ૪૫ લાખ દ્વિચક્રી વાહનો છે અને ૩૫ લાખથી વધુ કાર હતી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની સડકો ઉપર બે કરોડ ૩૫ લાખ વાહનો ફરી રહ્યાં છે. જેથી પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ પાસે કોઇને કોઇ વાહન છે. ગુજરાતમાં ૧૯૬૧ની સાલમાં માત્ર ૮૧૩૨ ટુ-વ્હીલર હતા જે વધીને એક કરોડ ૫૦ લાખ થઇ ગયા હતા. રાજ્યમાં ૧૯૮૦માં કુલ વાહનોની સંખ્યા ૪.૫૮ લાખ હતી જે ૧૯૯૦માં વધીને ૧૮.૪૦ લાખ થઈ જતા ૧૦ વર્ષોમાં વાહનોની સંખ્યામાં ૧૮.૮૩ લાખનો વધારો થયોં હતો. ૨૦૧૦માં વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો આવ્યો જેમાં વાહનોની સંખ્યા એક કરોડને આંબી ગઈ હતી. ગુજરાતના લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હીલરની સાથે લોકો કારના શોખીન થતા ૧૯૮૦માં માત્ર ૫૨૮૧૭ નોંધાયેલી કાર હતી. જે આજે કારની સંખ્યા ૩૫ લાખને પસાર થવા આવી છે. વાહન વ્યવહાર કમિશનરના આંકડા મુજબ ૧૯૯૦માં રાજ્યભરના માર્ગો પર ૧૮.૪૦ લાખ વાહનો દોડતા હતા જે સંખ્યા ૨૦૦૦ની સાલમાં વધીને ૫૧.૯૦ લાખ થઇ હતી. અને ૨૦૧૦ માં એક કરોડ કરતાં વધુ વાહનો થઈ ગયા હતા. અગાઉ કાર લોન લેવાના માપદંડની પ્રક્રિયા અઘરી હતી. પરંતુ છેલ્લા એક દાયકાથી વાહન લોનની પ્રક્રિયા સરળ અને સુલભ બનતા સામાન્ય માણસો માટે કાર લેવી સામાન્ય બાબત બની છે.