રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (15:59 IST)

Vande Bharat Express: મુંબઈ- ગાંધીનગરના વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસનો થયો એક્સીડેંટ, ભૈંસના ઝુંડથી અથડાવી

Vande Bharat Express: સવારે આશરે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગરની વચ્ચે રેલ્વે લાઈન પર ભેંસનો ઝુંડ આવવાથી આ દુર્ઘટના થઈ. ટ્રેનના ઈંજનનો આગળનો ભાગ ભાંગી ગયો. બધા યાત્રી સુરક્ષિત છે. 
Vande Bharat Express met with An accident- મુંબઈ સેંટ્રલથી ગુજરાતના ગાંધીનગરના વચ્ચે ચાલતી વંદે ભારત એક્સપ્રેસ ગુરૂવારે દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ. સવારે આશરે 11.15 વાગ્યે વટવા સ્ટેશનથી મણિનગરની વચ્ચે રેલ્વે લાઈન પર ભેંસનો ઝુંડ આવવાથી આ દુર્ઘટના થઈ. ટ્રેનના ઈંજનનો આગળનો ભાગ ભાંગી ગયો. બધા યાત્રી સુરક્ષિત છે. પશ્ચિમ રેલ્વેના સીનિયર પીઆરઓ જે કે જયંતિએ આ જાણકારી આપી. 
જણાવીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 આ ટ્રેનને સપ્ટેમ્બરમાં ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. તેમણે ગાંધીનગરથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી.અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 9 પરથી બપોરે 2 વાગે ટ્રેન ઉપડી અને સાંજે 7.30 કલાકે મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પહોંચી. નવી 'વંદે ભારત એક્સપ્રેસ' સેમી-હાઈ સ્પીડ ટ્રેને અમદાવાદ-મુંબઈ વચ્ચે સાડા પાંચ કલાકમાં 492 કિમીનું અંતર કાપ્યું હતું.
 
(Edited By- Monica Sahu)