વડોદરા સામૂહિક બળાત્કારના આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
Vadodara Rape case-વડોદરા ગૅંગરેપ કેસના આરોપીઓને આજે વડોદરા ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ ત્રણેય આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સરકારી વકીલ જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.”
દરમિયાન આરોપીઓની જ્યારે ઓળખ પરેડ કરવામાં આવી ત્યારે પીડિતાએ આરોપીઓને ઓળખી બતાવ્યા હોવાનો સરકારી વકીલ અનિલ દેસાઈએ દાવો કર્યો છે.
વડોદરા જીલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું, "આરોપીઓ ન્યૂઝમાં સમાચાર સાંભળીને પોતાનું ઘર છોડીને તાંદળજા વિસ્તારમાં રહેતા તેમના સગાને ત્યાં જતા રહ્યા હતા. પોલીસે ત્યાંથી તેમની ધરપકડ કરી હતી. હવે પોલીસ તેમનો ગુનાઇત ઇતિહાસ જો હોય તો તે તપાસી રહી છે."
તેમણે વધુમાં જણાવ્યું, "આજે અમે આરોપીઓના મેડિકલ ટેસ્ટ કરાવીને તેમનાં સેમ્પ્લ લેવડાવ્યાં હતાં. સવારે આરોપીઓનાં ઘરોની જડતી પણ લેવામાં આવી હતી."
"ભોગ બનનારનો મોબાઇલ તેઓ ઝૂંટવીને ભાગી ગયા હતા. આ મોબાઇલ ફોન વિશે પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તે તેમણે નદીમાં ફેંકી દીધો હતો. હવે અમારી ટીમ આ મોબાઇલ ફોનને શોધવાની તજવીજ હાથ ધરશે. આ ઉપરાંત અમે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવાના છે.