ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 ઑક્ટોબર 2021 (15:00 IST)

વડોદરામાં ગરબા રમીને ઘરે આવ્યાં બાદ માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત,

વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા-પુત્રીનાં શંકાસ્પદ મોત થયાં છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યાં બાદ બંનેનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. 
 
સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે શંકાસ્પદ હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા-પુત્રીનું મોત થયું હોવાની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બંનેના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ ઘર જમાઇ તરીકે રહેતા પતિની પોલીસે અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. શહેરના સમા વિસ્તારમાં ચંદન પાર્ક સોસાયટીમાં આવેલા બે માળના મકાનમાંથી 35 વર્ષીય શોભના તેજશભાઈ પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાનું મોત થયું છે. પરીવાજનો જ બંન્નેને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. યુવતીના ગળાના ભાગે ઇજાના નિશાન પણ મળી આવ્યા છે.હાલ, બંનેના મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે. એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો. આજે વહેલી સવારે 2 વાગ્યે બંનેને ગોપીનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરતાં સમા પોલીસે એડી દાખલ કરી છે. હાલ બંનેને પીએમ માટે લઈ આવ્યા છીએ. પતિ-પત્ની વચ્ચે સામાજિક પ્રશ્નો મુદ્દે તકરાર થતી હતી. પીએમ નોટ આવે પછી જ વધુ કાર્યવાહી કરવામાં આવશે