ઈટાલીના વિઝા અપાવવાની લાલચ આપીને બે યુવક સાથે ૩ લાખની છેતરપિંડી
ઈટાલીના વર્ક વિઝા આપાવવાની લાલચ બતાવીને બે યુવક સાથે ૩ લાખની છેરપિંડી કરનારા શખ્સો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વિગત મુજબ સાણંદમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા વિજય બાપોદરા (૨૪) તેમના મિત્ર રામમોઢવાડીયા સાથે રહે છે. બન્નેએ ઈટાલીના વિઝા મેળવવા માટે ઓનલાઈન સર્ચ કરીને ઉસ્માનપુરામાં અશ્વરથ કોમ્પ્લેક્ષમાં આવેલી એડમાયર ઈન્ટરનેશનલ કન્સલ્ટન્સી કંપનીનો સંપર્ક સાધ્યો હતો. જેમાં વરૃણભાઈ નામની વ્યક્તિએ ઈટાલીના એક વ્યક્તિ માટેના વિઝાના રૃ. ૩,૦૦,૦૦૦ થશે, એમ કહ્યું હતું. આથી બન્નેએ આ કંપનીના એકાઊન્ટમાં કુલ રૃ. ૩,૦૦,૦૦૦ જમા કરાવ્યા હતા. બાકીના ત્રણ લાખ ઈટાલી ગયા બાદ ચુકવવાનું નક્કી થયું હતું. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૮નાં રોજ એગ્રીમેન્ટ લેટર સાઈન કર્યા બાદ છ મહિનાની પ્રોસેસ ફેબુ્રઆરી ૨૦૧૮મા પુરી થતી હતી. બીજીતરફ બન્ને મિત્રોએ તપાસ કરતા કંપનીની ઓફિસે તાળા હતા. આમ આ કંપનીના વરૃણ તથા અન્ય સંચાલકોએ છેતરપિંડી કરતા તેમની સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.