બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (14:10 IST)

અમદાવાદમાં હોટેલ - રેસ્ટોરન્ટ બાદ હવે સિનેમાગૃહોમાં પણ વેકસીન સર્ટિફિકેટ ફરજિયાત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજીતરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. લોકોને રસી લેવા માટે સરકાર સતત પ્રોત્સાહિત કરી રહી છે.
 
અમદાવાદમાં પણ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ હજુ અનેક લોકો એવા છે જેણે રસી લીધી નથી. તો અમદાવાદમાં 20 સપ્ટેમ્બરથી વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા વ્યક્તિઓને એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન હોટલ અને રેસ્ટોરન્ટ જેવા જાહેર સ્થળો પર પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો હતો. હવે અમદાવાદમાં વેક્સિન સર્ટિફિકેટ વગર થિયેટરમાં પણ પ્રવેશ મળશે નહીં.
 
કોરોના સંક્રમણ અટકાવવા અને લોકો વેક્સિન લે તે માટે અમદાવાદ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. હવે જે લોકો પાસે વેક્સિન સર્ટિફિકેટ હશે નહીં તેને અમદાવાદ શહેરમાં આવેલા કોઈપણ થિયેટરમાં પ્રવેશ મળશે નહીં. વેકસીન સર્ટિફિકેટ મોબાઈલમાં અથવા સાથે રાખવા જાણ કરવામાં આવી છે.
 
કોઈપણથિયેટરમાં મૂવીજવા માટે દરેક લોકોએ ફરજીયાત વેક્સિન સર્ટિફિકેટ દેખાડવાનું રહેશે. વેકસીન સર્ટિફિકેટ ના હોય અને કોઈપણ કાર્યવાહી થાય કે દંડ થાય તો થિયેટરની જવાબદારી નહીં રહે તેવો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાઈડ એન્ગલ મલ્ટી પ્લેક્સ ખાતે નોટિસ લગાવી કહેવામાં આવ્યું કે જો કોઈ કાર્યવાહી થાય તો ટિકિટના રૂપિયા પાછા આપવામાં આવશે નહી. વેક્સિીન નહીં લેનારા લોકો પર ગાળીયો કસવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક ર્નિણયો લેવામાં આવ્યો છે.
 
એએમસી દ્વારા આજથી શહરમાં નો વેકસીન નો એન્ટ્રીનો અમલ કરવામાં આવ્યો છે. AMCની તમામ ઓફિસ એને AMTS-BRTS સહિત વિવિધ સ્થળે ચેકીંગ કરાશે. જેના અંતર્ગત AMTS-BRTS બસની સુવિધાનો લાભ લેવા માટે પણ વેક્સીનેશન ફરજીયાત કરાયું છે.
 
કોર્પોરેશન દ્વારા સંચાલિક કાંકરિયા લેક, રિવરફ્રન્ટ, લાઇબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાના, સીવી સિવિક સેન્ટર સહિત કોર્પોરેશનની કોઇ પણ સુવિધાનો લાભ લેવા માટે ફરજીયાત વેક્સિનેશન કરાવવું પડશે.