ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 1 મે 2021 (09:18 IST)

વેક્સિનેશન માટે સેન્ટરો પર સવારથી લાગી લાઇનો, રજિસ્ટ્રેશનમાં થઇ રહી મુશ્કેલીઓ

આજે 1 મે એટલે કે ગુજરાતના સ્થાપના દિવસથી યુવાનોના વેક્સિનેશનનો શુભારંભ થઇ ગયો છે. જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે તેવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં યુવાનોને આજથી વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવશે. સ્થળ પર રજીસ્ટ્રેશનની જોગવાઇ ન હોવાથી cowin.gov.in પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તે યુવાનોને જ વેક્સિન અપાશે.
 
આજથી 18 થી 44 વર્ષ ના વર્ગ માટે રસીકરણ શરૂ
 કરવામાં આવ્યું અમદાવાદના 80 સ્થળો પર રસીકરણ કરવામાં આવશે. વેક્સીન લેવા માટે આતુર યુવાનો આજે વહેલી સવારથી લાઇનમાં જોડાઇ ગયા હતા. કેટલાક સેટરો પર લાંબી લાઇનો જોવા મળી હતી. 
ગુરુકુળ વિસ્તારની મહારાજા અગ્રસેન વિદ્યાલય બહાર વેક્સીન લેવા માટે ભીડૅ જોવા મળી હતી. જે લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ એપોઇમેન્ટ મ્ળી હોય તે લોકોને જ રસી આપવામાં આવશે. રજિસ્ટ્રેશનમાં લોકોની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક કિસ્સાઓમાં રજિસ્ટ્રેશન થયા બાદ એપોઇમેન્ટ રદ થઇ ગઇ છે તો કેટલાક લોકોને પોતાની નજીક આવેલ સેન્ટર બતાવી રહ્યું નથી. તો ઘણા લોકો અન્ય ટેક્નિકલ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકોને એપોઇમેન્ટ મળી ન હોવા છતાં રસી લેવા માટે પહોંચી ગયા છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના 10 જિલ્લાઓમાં 18 વર્ષથી 45 વર્ષનાવધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું. ગુજરાતે ભારતના સ્વદેશી વેક્સિન ઉત્પાદકોને અઢી કરોડ વેક્સિન ડોઝ માટે ઓર્ડર આપી દીધો છે. વધુને વધુ વેક્સિન ડોઝ મળે તે માટે ગુજરાત સરકાર સતત આ બંને કંપનીઓના પરામર્શમાં છે. 
 
ગુજરાતમાં જ્યાં કોરોનાનું સંક્રમણ વધારે છે એવા 10 જિલ્લાઓ- અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ, મહેસાણા, ભરૂચ અને ગાંધીનગરમાં 1 મે, 2021થી સવારે 9 વાગ્યાથી 18 વર્ષથી વધુ વયના યુવાનોને રાજ્ય સરકાર વિનામૂલ્યે વેક્સિન આપશે. જેમ-જેમ વેક્સિન ઉપલબ્ધ થશે તેમ-તેમ વધુને વધુ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનનો તબક્કાવાર આરંભ કરાશે.
 
આ રીતે કરો રજિસ્ટ્રેશન
 
નાગરિકો આધાર કાર્ડ અને મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આરોગ્ય સેતુ એપ્લિકેશનમાં આ રજીસ્ટ્રેશન કરવાનું થાય છે. એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે વેક્સિનેશન સેન્ટરમાં વેક્સન લેતા સમયે રજીસ્ટ્રેશન થશે નહીં તેથી એડવાન્સમાં તારીખ, સમય અને સ્થળ નક્કી કરવાનું રહેશે.
 
વેક્સિનેશન માટે સરકારે નિયત કરેલી વેબસાઇટ પર જઇને મોબાઇલ નંબર આપી ઓટીપી જનરેટ કરવાનો થાય છે. ઓટીપી સબમીટ કર્યા પછી જે પેઝ ખુલે તેમાં તેમાં વિગતો ભરવાની છે. ફોટો આઇડી માટે આધાર કાર્ડ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ કે ઇલેક્શન કાર્ડ માન્ય રહેશે. આ પોર્ટલ પર નામ, જાતિ, જન્મતારીખ સહિતની વિગતો ભરવાની છે.
 
રજીસ્ટ્રેશન સમયે તમારી નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરી ટાઇમિંગ અને સ્લોટ નક્કી કરવાનો છે. ભરેલી બઘી વિગતો ચકાસીને કન્ફર્મ કરવાથી રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.


ગાંધીનગર સેન્ટર્સ
 
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ, આજે તારીખ ૧લી મેથી રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં નીચેના સેન્ટર્સ પર 18 થી 44 વર્ષની વય જૂથના યુવાનોનું  વેક્સિનેશન કરાશે. જે યુવાનોએ cowin.gov.in પૉર્ટલ પર ઑનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું હશે અને જેમને SMS મળ્યા હશે તે જ યુવાનો વેક્સિન લઈ શકશે...
Timings : 9.00 AM to 6.00 PM
 
એસ. એસ. વી. કેમ્પસ સેકટર-23
 
સરદાર પટેલ સ્કૂલ સેક્ટર 7
 
સોરઠ કારડીયા સ્કૂલ સેક્ટર 5
 
ગવર્મેન્ટ સ્કૂલ, સેક્ટર15
 
જૈન દેરાસર, સેક્ટર 22
 
ગવર્મેન્ટ સ્કૂલ, સેક્ટર 28
 
કેન્દ્રીય વિદ્યાલય નંબર 1, સેક્ટર-30,
 
જીઇબી કોલોની ડિસ્પેન્સરી
 
કોમ્યુનિટી હોલ, સરગાસણ ગામ
 
પ્રાથમિક શાળા, કુડાસણ