કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 25 આજે અમદાવાદ પહોંચશે, બે દિવસ ગુજરાતમાં રોકાશે
આમાં સૌથી મહત્વનો કાર્યક્રમ આવતીકાલે 26 સપ્ટેમ્બરે હશે, જેમાં શ્રી અમિત શાહ તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરના ખેડૂતો દ્વારા આયોજિત 'ઋણ સ્વીકૃતિ પરિષદ'માં જશે, જ્યાં ખેડૂતો 164 ગામોમાં સિંચાઈ માટે પાણીની સુવિધા આપવા બદલ તેમનો આભાર વ્યક્ત કરશે..
ખેડૂતો લાંબા સમયથી સિંચાઈના પાણીની માંગણી કરતા હતા, ગાંધીનગરના સંસદસભ્ય શ્રી અમિત શાહે આ ખેડૂતોની સમસ્યાના કાયમી ઉકેલની ભલામણ કરી હતી. જે બાદ ગુજરાત સરકારે ફતેવાડી-ખારીકટ પ્રોજેક્ટમાં 164 ગામોને સિંચાઈ વિસ્તારમાં સમાવી લીધા. 164 ગામોની 53215 હેક્ટર જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે. આ માટે ગ્રામજનો ગૃહમંત્રી અમિત શાહને અભિનંદન પાઠવશે.
આ વિસ્તારોની માંગને ધ્યાનમાં રાખીને માનનીય ગૃહમંત્રી શ્રી અને સાંસદ (ગાંધીનગર)એ સરકારને હકારાત્મક વલણ દાખવવા અને આ વિસ્તારોના ડી-કમાન્ડેડ વિસ્તારોને કાયમી ધોરણે નર્મદા કમાન્ડમાં સમાવિષ્ટ કરવા સૂચન કર્યું હતું. જેના સંદર્ભમાં રાજ્ય સરકારે 1/9/2022ના રોજ આ વિસ્તારોને નર્મદા કમાન્ડમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે અમદાવાદ જિલ્લાના 6 અને ખેડા જિલ્લાના 2 અને નળકાંઠાના 11 ગામોમાં 9415 હેક્ટર સહિત 153 ગામોની 43,800 હેક્ટર જમીનમાં કાયમી સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે.
આમ, ફતેવાડી અને ખારીકટ કેનાલ યોજનાના 8 તાલુકાના અને નળકાંઠાના 11 ગામો મળીને કુલ 164 ગામોની 53215 હેક્ટર જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી ઉપલબ્ધ થશે.