ઝરવાણી ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જવાથી મોત
નર્મદા: રાજ્યમાં વરસાદ શરૂ થવાની સાથે જ ધોધમાંથી પાણી વહેવા લાગતા જ કુદરતી સૌંદર્યમાં વધારો થતો જોવા મળે છે. આ કુદરતી સૌંદર્યની મજા માણવા માટે સહેલાણીઓ આવી જગ્યા પર જવાનું પસંદ કરે છે. ત્યારે આવા જ કુદરતી સૌંદર્યને માણવા ગયેલા બે યુવકોનું નર્મદાના ઝરવાણી ધોધમાં ડુબી જતા મોત થયા છે. સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને બહાર કાઢ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ચાર યુવાનો સ્ટેસ્યૂ ઓફ યુનિટી ફરવા ગયા હતા. જ્યાં તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા બાદ નજીકમાં આવેલા ઝરવાણી ધોધ જોવા ગયા હતા. આ યુવાનો ઝરવાણી ધોધ પહોંચીને તેઓ ત્યાં ન્હાવા પાણીમાં ઉતર્યા હતા. જેમાં અચનાક બે યુવકો ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. ત્યારે અન્ય બે મિત્રો દ્વારા આ અંગે સ્થાનિક લોકોને જણા કરતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા.
જો કે, સ્થાનિકોએ સ્થળ પર પહોંચી પાણીમાં ડૂબેલા યુવકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે ભારે જહેમત બાદ બંને યુવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે બંને યુવાનોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.