ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (14:20 IST)

કલ્યાણપુરના દરિયાકાંઠેથી બે કીલો બિનવારસે ચરસનો જથ્થો ઝડપાયો

કલ્યાણપુરના દરિયાકાંઠેથી બે કીલો બિનવારસે ચરસનો જથ્થો ઝડપાતા ચકચાર જાગી છે. ચેકીંગમાં શંકાસ્પદ પેકેટ ચરસના હોવાનું ખૂલતા પોલીસ ચોંકી ઉઠી હતી. ડ્રગ્સ માટે કુખ્યાત દ્વારકા જિલ્લામાં ફરી એક વખત ચરસ પકડાતા ખળભળાટ મચી ગયો છે.દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ગામના દરિયાકાંઠે પોલીસ પેટ્રોલિંગમાં હોય શંકાસ્પદ વસ્તુ નજરે જ પડતા પોલીસ દ્વારા ચેક કરાતા ચરસ હોવાનું માલુમ પડ્યું હતું. આથી દ્વારકા સીપીઆઇ. પીઆઈ આર.બી સોલંકી તથા કલ્યાણપુર પોલીસના પીએસઆઇ ગગનીયા દ્વારા ઘટના સ્થળે પહોંચી બે કીલો જેટલા ચરસનો જથ્થો હસ્તગત કર્યો હતો.​​​

આ બિનવારસુ ચરસનો જથ્થો ક્યાંથી આવ્યો છે, કોણ લઈ આવ્યું છે અને ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે. આ કયા પ્રકારનું ચરસ છે તેની પણ તપાસ હાથ ધરી છે. દ્વારકાનો દરિયો હંમેશા સંવેદનશીલ રહ્યો છે. જેના હિસાબે પેટ્રોલિંગના કારણોસર માફિયાઓને ગંધ આવી જતા બે કિલો જેટલો ચરસનો જથ્થો દરીયા કીનારે બીનવારસુ મૂકી તેઓ પલાયન થઈ ગયા છે. ચરસના મૂળ સુધી પહોંચી આરોપીઓને દબોચી લેવામાં આવશે તેમ દ્રારકાના એસપી નિતેશ પાંડેયે જણાવ્યું હતું.