ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (08:44 IST)

પીડીયુમાંથી સમરસમાં મ્યુકરમાઇકોસિસના ૧૬ દર્દીઓને કરાયા ટ્રાંસફર

રાજકોટના કોવિડ કંટ્રોલ રૂમ ખાતેથી પ્રોએકિટવ કોલિંગ સેંટરથી પીડીયુ ખાતે દાખલ દર્દીના સગાને દરરોજ સવાર અને બપોર પછી એમ બે વાર દર્દીની હાલની સ્થિતિ વિશે અવગત કરાવવામાં આવે છે. કંટ્રોલ રૂમ ખાતે દર્દીઓના સગા-વ્હાલાઓની તમામ મુંઝવણનું યથોચિત સમાધાન કરવામાં આવે છે. કોવિડ કંટ્રોલ રૂમની તા.૨૪.૫.૨૧ની રાત્રે ૯ વાગ્યા સુધીની સ્થિતી જોઇએ તો પ્રોએકિટવ કોલિંગ કંટ્રોલ રૂમમાં કુલ ૨૪૩ કોલ આવ્યા હતા.
 
ચૌધરી હાઇસ્કુલ હેલ્પ ડેસ્ક દ્વારા શિફટ કરવામાં આવેલ દર્દીની સખ્યા ૪૫ હતી. જેમાં પીડીયુમાંથી સમરસમાં ૪ દર્દીઓને તેમજ પીડીયુમાંથી ૨૫ દર્દીઓને કેન્સર કોવિડ કેર સેન્ટરમાં શિફટ કરવામાં આવ્યા હતા. પીડીયુમાંથી સમરસ હોસ્ટેલમાં મ્યુકર માઇક્રોસિસના ૧૬ દર્દીઓને સ્થળાંતરિત કરાયા હતા.
 
દર્દીઓના સગાઓને દર્દી સાથે કરાવેલ વિડિયો કોલની સંખ્યા ૨૮૨ હતી. તો દર્દીના સગા દ્વારા આપેલ અને દર્દીને પહોંચાડેલ પાર્સલની સંખ્યા ૨૮૩ હતી. રૂબરૂ ઇન્કવાયરીની સંખ્યા ૩૪૮ હતી. જયારે ટેલીફોનિક ઇન્કવાયરી ૧૦૨ કરવામાં આવી હતી.