આતંકી ઘટનાઓ પર બોલ્યા મોદી, બહુ થયુ હવે ઘરમાં ઘુસીને મારીશુ...
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યુ કે ભારતમાં આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકો જો પાતાળમાં પણ છિપાયા હશે તો ત્યાથી તેમને શોધી કાઢીશુ. મોદીએ વિપક્ષને ભારતના સશસ્ત્ર બળોની છબિ ખરાબ નહી કરવાનુ કહ્યુ. તેમણે અહી એક સભાને સંબોધિત કરતા કહ્યુ, "અમારા વિપક્ષના નેતા જે કહે છે તે આજે પાકિસ્તાનના છાપામાં બ્રેકિંગ ન્યુઝ બની જાય છે.
પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર ભારતના હવાઈ હુમલાનો પરોક્ષ ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ, જો એક કામ પુરૂ થઈ જાય છે તો અમારી સરકાર ઉંઘતી નથી પણ બીજા કામ માટે તૈયાર રહે છે. તેમણે કહ્યુ, મોટા અને કઠોર નિર્ણય લેતા અમે પાછળ નહી રહીએ."
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2008માં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ, શુ એ સમયે દિલ્હીમાં બેસેલા લોકોએ પાકિસ્તાનને સબક નહોતો શિખવાડવો જોઈતો હતો.
ગયા અઠવાડિયે જ્યારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સંસદમાં કહ્યુ હતુ કે ભારતીય પાયલોટ વર્ઘમાનને ભારત પરત મોકલવામાં આવશે. તેના થોડાક જ મિનિટ પછી મોદીએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ, "હમણા જ એક પાયલોટ પ્રોજેક્ટ પુરો થઈ ગયો. હવે રિયલ કરવાનુ છે. પહેલા તો અભ્યાસ હતો.