સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 10 મે 2018 (10:27 IST)

ધોરણ 12 સાયન્સનું 72 ટકા પરિણામ જાહેર, 12th અને GUJCETનું રિઝલ્ટ જોવા ક્લિક કરો


આજે સવારે 9 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 72.99% ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા  જે ગત વર્ષ કરતા પરિણામમાં 9 ટકા ઓછું આવ્યું છે. આ વર્ષે પણ પરિણામમાં દીકરીઓએ બાજી મારી છે અને 71% વિદ્યાર્થીઓની સામે, 74.91% વિદ્યાર્થિની પાસ થઇ છે. તેમજ ગુજરાતી માધ્યમમાં 72.45%, અંગ્રેજીમાં 75.58% પરિણામ મેળવ્યું છે. 188 દિવ્યાંગ પરીક્ષાર્થી પણ પાસ થયા છે.
સૌથી વધુ પરિણામ ધરાવનાર જિલ્લો રાજકોટ 85.03% અને સૌથી ઓછું પરિણામ ધરાવનાર જિ. છોટાઉદેપુર 35.64 %. આ ઉપરાંત સૌથી વધુ પરિણામ ધરાવનાર કેન્દ્ર ધ્રોલ(જામનગર) ખાતે 95.67% આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવનાર કેન્દ્ર બોડેલી(છોટાઉદેપુર) 27.61%નું રહેલું છે.
42 શાળાનું 100 ટકા પરિણામ જાહેર થયું હતું. 71.84 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. 35.64 ટકા સાથે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. 27.61 ટકા પરિણામ સાથે બોડેલી કેન્દ્ર સૌથી છેલ્લે છે.
આ સાથે જ વિજ્ઞાન પ્રવાહમાં આગળનો અભ્યાસ કરવા માટે જરૂરી એવી પ્રવેશ પરીક્ષા ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવેલ છે. જો કે વેબસાઇટ પર ટ્રાફિક લોડ થવાના પરિણામે વેબસાઇટ હેંગ થઇ ગઇ છે. પરંતુ બોર્ડ દ્વારા આજે જ વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તેવી યોજના કરી દેવામાં આવેલ છે. જ્યારે ગુજરાત બોર્ડ સિવયના વિદ્યાર્થીઓની ગુજકેટની માર્કશીટ બોર્ડ પોસ્ટ દ્રારા મોકલશે