બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (12:43 IST)

ભારત-ઈંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ - , ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ , પ્રથમ દિવસની 15 હજારથી વધુ ટિકિટનું બુકિંગ

મોટેરામાં નવનિર્મિત સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાવા જઈ રહી છે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવાયું છે. બુકિંગના પ્રથમ દિવસે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં 15 હજાર ટિકિટ બુક થઈ હોવાનું ગુજરાત ક્રિકેટ એસોસિયેશને જણાવ્યું છે. GCAએ જણાવ્યું કે, બુક માય શો પરથી બુકિંગ શરૂ કરાયું હતું.


માત્ર પ્રથમ દિવસે જ 15 હજારથી વધુ ટિકિટો બુક થઈ છે. સૌથી વધુ 300 અને 500 રૂપિયા વાળી ટિકિટો બુક થઈ છે. પહેલીવાર સ્ટેડિયમની ટિકિટ બારીની જગ્યાએ ઓનલાઇન વેચાણ કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં 50 ટકાની ક્ષમતા સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. સ્ટેડિયમમાં અલગ અલગ સ્ટેન્ડ મુજબ ટિકિટના દર 300થી 2500 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે.