શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 3 મે 2018 (13:04 IST)

અંકલેશ્વરમાં પ્લાન્ટમાં કેમિકલ લોડિંગ વખતે પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં 3 કામદારોના મોત

અંકલેશ્વર નજીક આવેલી પાનોલી GIDC સ્થિત RSPL કંપનીમાં કેમિકલ લોડિંગ સમયે બ્લાસ્ટ થતાં ત્રણ કામદારોના મોત નીપજ્યા છે. ત્રણેય કામદારોના મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે. ચાર કામદારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૈ પૈકી એકની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અંકલેશ્વર નજીક આવેલી પાનોલી GIDCમાં છેલ્લા 4 વર્ષથી RSPL કંપની કાર્યરત છે. આ પાણીનું રિસાઇલિંગ કરતી

આ કંપનીમાં આજે સવારે કામદારો દ્વારા કેમિકલ લોડિંગની કામગીરી ચાલી રહી હતી. આ સમયે અચાનક જ બ્લાસ્ટ થયો હતો. જેમાં કામગીરી કરી રહેલા ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતાં તેઓના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં જ કંપનીના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે ત્રણેય કામદારોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી ચાલતી આ કંપનીમાં ગત વર્ષે પણ ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં પણ ત્રણ કામદારોના મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં આ કંપનીમાં આઠથી વધુ કામદારો મોતને ભેટી ચૂક્યા છે.