સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (15:48 IST)

સુરતનું પેડમેન દંપતિ, શાળાની બાળાઓને સેનેટરી પેડની ગિફ્ટ આપી

સુરતમાં પણ એક એક દંપતી એવું છે જે છેલ્લા પાંચ વર્ષથી સુરતની 50થી વધુ શાળાઓમાં દર મહિને કુલ 5000થી વધુ ગરીબ વિદ્યાર્થિનીઓને સેનિટરી પેડ ફ્રીમાં આપે છે. આ દંપતી અત્યાર સુધીમાં 1 લાખથી પણ વધુ સેનેટરી પેડ વહેંચી ચુક્યું હોવાની વિગતો મળી રહી છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગની દિકરીઓને પીરિયડ દરમિયાન થતી સમસ્યાને અંગે જાગૃત કરવા અને તેમને સેનેટરી નેપકિન આપી તેમની મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે પણ આ દંપતી સરકારી શાળામાં પહોંચે છે ત્યારે વિદ્યાર્થીનીઓના ચહેરા પર એક અનેરો ભાવ જોવા મળે છે.

આ દંપતી છે સુરતના અતુલ મહેતા અને મીના મહેતાએ જણાવ્યું હતું કે, મહિલાઓ માસિક દરમિયાન ક્યાં પ્રકારની પરિસ્થિતિમાંથી પસાર થાય છે. તે સમજવું કોઈ પણ વ્યક્તિ માટે અઘરું છે. ખાસ કરીને સમાજના નબળા વર્ગની છોકરીઓ અને યુવતીઓ છે તેઓ માટે પરિવારના લોકો સામે સેનિટરી પેડ્સ અંગે ચર્ચા કરવા કે તેની ઉપર ખર્ચ કરવાની પરવાનગી મળતી નથી. જેના કારણે આ દિકરીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. જેથી અમે આવી દિકરીઓને ફ્રીમાં સેનેટરી પેડ આપવા માટે સતત કામ કરતા રહીએ છીએ. આ દંપતી ગરીબ વિદ્યાર્થિનીઓને માત્ર સેનેટરી પેડ જ નહીં પરંતુ તેમના માટે એક "કીટ તૈયાર કરી છે. જેમાં તેઓ સેનેટરી પેડ, બે અન્ડરવિયર, ચાર શેમ્પુ, એક સાબુ દર મહિને આપે છે. માત્ર સ્કૂલની વિદ્યાર્થિની જ નહીં પરંતુ સ્લમ વિસ્તારમાં જઈને પણ મહિલાઓ અને યુવતીઓને પણ સેનેટરી પેડ આપે છે.આ બાબતે મીનાબેન મહેતા જણાવે છે કે એક દિવસ ડસ્ટબિનમાંથી બે કિશોરીઓ વપરાયેલા સેનેટરી પેડ શોધી રહી હતી. જેથી મેં તેમણે પુછ્યું કે તમે આ જુના પેડ કેમ શોધી રહ્યા છો , તો કિશોરીઓએ જવાબ આપ્યો કે અમારી આર્થિક સ્થિતિ સારી નથી હોવાથી અમે નવા સેનેટરી પેડ ખરીદી શકતા નથી. એટલે અમે આ જુના પેડને ધોઈ તેનો ઉપયોગ કરીશું. આ સાંભળીને મને આંચકો લાગ્યો. ઘણા સમય સુધી મારા મગજમાં આજ બાબત ઘુમી રહી હતી. પછી એક દિવસ દંપતીએ ઇન્ફોસીસના ચેરપર્સન સુધા મૂર્તિનો એક આર્ટિકલ વાંચ્યો. જેમાં તેમણે સુનામી દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં રહેતી મહિલાઓ માટે એક ટ્ર્ક ભરીને સેનેટરી પેડ મોકલાવ્યા હતા. બસ તે દિવસથી મેં નક્કી કર્યું કે ગરીબ કિશોરીઓને તેઓ સેનેટરી પેડ વહેંચશે.