બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 સપ્ટેમ્બર 2023 (17:26 IST)

રાજ્યમાં વરસાદથી આ ટ્રેનો કરાઈ રદ્દ

Gujarat train cancel: વડોદરા ડિવિઝનના બે ટ્રેન રદ્દ કરવા રેલવે વિભાગની તૈયારી છે. બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. સુરત, બરોડા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જતી ટ્રેનને અસર પહોંચી છે. 8 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે
 
રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 09156 – વડોદરા – સુરત મેમુ
ટ્રેન નંબર 09152 – સુરત – વલસાડ મેમુ
ટ્રેન નંબર 09154 – વલસાડ – ઉમરગામ મેમુ
ટ્રેન નંબર 09153 – ઉમરગામ – વલસાડ મેમુ
ટ્રેન નંબર 09151 – વલસાડ – સુરત મેમુ
ટ્રેન નંબર 09155 – સુરત – વડોદરા મેમુ
ટ્રેન નંબર 09495 – વડોદરા – અમદાવાદ મેમુ
ટ્રેન નંબર 09496 – અમદાવાદ – વડોદરા મેમુ
ટ્રેન નંબર 09400 – અમદાવાદ – આનંદ મેમુ
ટ્રેન નંબર 09311 – વડોદરા – અમદાવાદ મેમુ વડોદરા – આણંદ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 09318 – આણંદ – વડોદરા મેમુ બાજવા – વડોદરા વચ્ચે રદ કરવામાં આવશે.
ટ્રેન નંબર 09316 - અમદાવાદ - વડોદરા મેમુ આણંદ - વડોદરા વચ્ચે રદ રહેશે.
 
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે.  આજથી 20 સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે.