ગુજરાતના આ શહેરો દરિયામાં શમાશે
સમગ્ર દેશમાં સૌથી વધુ 1600 કિલોમીટરથી વધુનો દરિયા કિનારો ધરાવતા ગુજરાતના કાંઠા વિસ્તારોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. દરિયામાં જળસ્તર વધતા ગુજરાતમાં 539 કિલોમીટરમાં દરિયાના પાણી ઘુસ્યા છે.
દરિયાના પાણી આગળ વધી રહ્યા છે. જેથી કાંઠા વિસ્તારની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકોના મતે કાંઠા વિસ્તારોમાં બે મીટર સુધી જળસ્તર વધી શકે છે. ગુજરાતમાં કંડલા, ઓખા, દહેજ, સુરત, ભાવનગર સહિતના વિસ્તારોમાં સૌથી વધુ અસરગ્રસ્ત બને તેવી દહેશત છે. એવું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જળસ્તરમાં ઓછા વધતા પ્રમાણમાં દરિયાના પાણી આગળ વધી રહ્યાં છે.