બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 મે 2023 (14:36 IST)

આવતી કાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, whatsappથી પરિણામ જાણવા આટલું કરો

- શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર સવારે 9 વાગે જાહેર થશે પરિણામ
 
ગાંધીનગરઃ શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામે તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 9.00 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. તે ઉપરાંત ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ આવતીકાલે સવારે જાહેર થશે. વિદ્યાર્થીઓ http://gseb.org પર સવારે 9 વાગે પરિણામ જોઈ શકશે. તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે. 
 
ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ
ધો. 12 સાયન્સ બાદ સામાન્ય પ્રવાહનું પરિણામ મે માસના છેલ્લા વીક અને ધોરણ-10નું જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાશે શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 14મીથી તારીખ 28મી, માર્ચ સુધી લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી મૂલ્યાંકન સહિતની કામગીરી પૂર્ણ થઇ જવામાં આવી છે. ઉપરાંત હાલમાં પરિણામની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં માર્કશીટ બનાવવાની સાથે સાથે વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ મુકવાની કામગીરી કરવામાં આવી રહી છે.
 
આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
જોકે ધોરણ-12 સાયન્સની પરીક્ષા રાજ્યભરમાંથી 110382, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 565528 અને ધોરણ-10ની 956753 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી રહેવા પામી હતી. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થતાં જ મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓના વિષયવાર ગુણ એનાલીસીસ તેમજ માર્કશીટ તૈયાર કરવાની કામગીરી કરાઇ રહી છે.