ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 એપ્રિલ 2023 (17:11 IST)

પોલીસની સમજદારીએ યુવકનો બચાવ્યો જીવ, આપઘાતનો મેસેજ મળતા જ પોલીસ ટીમ નરોડાથી મોડાસા દોડી

police save life
આજકાલ દેશમાં આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા ઘણા બધા કેસો સામે આવે છે. આ ઘટનામાં મોટા ભાગે યુવાવયના લોકો જોવા મળે છે. જેને રોકવા માટે સરકાર પણ ઘણા બધા પ્રયત્નો કરે છે. સરકારે તેના માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરી છે.

હાલ એક એવી જ ઘટના બનતા પહેલા પોલીસે તેને અટકાવી હતી. બેંકમાં કામ કરતા એક મેનેજર તેની પત્નીને એવો મેસેજ કર્યો કે,  આત્મહત્યા કરવા માટે જઉં છું. જે બાદ પોલીસ એક કલાકની મેહનત બાદ હેમખેમ બચાવી લીધો હતો અને આત્મહત્યા નહીં કરવા માટેનું સમજાવ્યું હતું. નરોડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર એસ.જે.ભાટીયા પોતાની ફરજ પર હાજર હતા, ત્યારે એક મહિલા આવી હતી અને પીઆઇને તેના પતિએ કરેલો મેસેજ વંચાવ્યો હતો. મેસેજ વાંચીને પીઆઇ ભાટીયા એલર્ટ મોડ પર આવી ગયા હતા. મોબાઇલનું લોકેશન મળતાની સાથે જ યુવકને શોધવા ટીમો તૈયાર કરી લીધી હતી. યુવકે ફોન ચાલુ કર્યો ત્યારે લોકેશન મોડાસાનું આવ્યું હતું.મોડાસા લોકેશન મળતા પોલીસની એક ટીમ ત્યાં જવા માટે રવાના થઇ ગઇ હતી. આ દરમિયાનમાં યુવક આપઘાત કરી ના લે તે માટે પીઆઇ ભાટીયાએ તરત જ મોડાસા પોલીસને પણ લોકેશન મોકલીને જાણ કરી દીધી હતી. મોડાસા પોલીસે લોકેશનના આધારે યુવકની અટકાયત કરીને સ્થળ પર જ રોકી રાખ્યો હતો.માત્ર એક કલાકમાં નરોડા પોલીસ મોડાસામાં યુવક પાસે પહોંચી ગઇ હતી. તે યુવકને લઇ પોલીસ પરત નરોડા પોલીસ સ્ટેશન આવી.  નરોડા પોલીસે વેદના સમજી અને તરત જ એલર્ટ મોડ પર આવી હતી. જેના કારણે યુવકને આપધાત કરતા રોકી લીધો હતો.