બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 24 જૂન 2023 (18:41 IST)

ગાંધીનગરમાં જુના સચિવાલયને રિ-ડેવલપ કરાશે, પ્રથમ તબક્કામાં 100 કરોડના ખર્ચે બે બ્લોક તૈયાર થશે

The old secretariat in Gandhinagar will be redeveloped
The old secretariat in Gandhinagar will be redeveloped
જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે જેમાં હાલના 3 માળના સ્ટ્રક્ચરને બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર બનાવાશે
 
નવા બ્લોક તૈયાર થઇ જાય અને તેમાં કચેરીઓ શિફ્ટ થઇ જાય પછી જ જૂના બ્લોક તોડી પડાશે
 
ગાંધીનગરઃ જુના સચિવાલયને રિ-ડેવલપ કરવાનો પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. હવે જૂના સચિવાલયની જગ્યાએ નવું ભવન તૈયાર કરવામાં આવશે. જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરાશે. ડો. જીવરાજ મહેતા ભવનમાં આવેલા બિલ્ડીંગોની હાલત જર્જરિત થઈ ગઈ છે. કચેરીઓ ખૂબ જૂની અને જર્જરિત થઈ ચૂકી છે. લિફ્ટ, ફાયર ફાઇટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પાયાની સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયના રી-ડેવલપમેન્ટનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે
રિ- ડેવલપ માટેનો આ પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જૂના સચિવાલયમાં ક્રમશ 8 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરાશે. જેમાં લિફ્ટ સહિત અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે. આ માટે ટેન્ડરીંગ પ્રકિયા ટૂંક સમયમાં જ શરૂ કરાશે.  હાલમાં જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરીને વિક્ષેપ ન પડે તે માટે જૂના બિલ્ડીંગ યથાવત રાખી નવું સ્ટ્રક્ચર તૈયાર થશે. 
 
નવા બ્લોક તૈયાર થાય પછી જુના બ્લોક તોડાશે
નવા બ્લોક તૈયાર થઇ જાય અને તેમાં કચેરીઓ શિફ્ટ થઇ જાય પછી જ જૂના બ્લોક તોડી પડાશે. નવા બિલ્ડીંગ બની ચુક્યા બાદ જૂના બિલ્ડીંગ તોડાશે. હાલ જૂના સચિવાલયમાં 20 બ્લોક આવેલા છે જેમાં હાલના 3 માળના સ્ટ્રક્ચરને બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર બનાવાશે. જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા બ્લોક અને કચેરીઓના પ્લાનને પણ મંજૂરી આપી દેવામાં આવી છે.