ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 22 જુલાઈ 2022 (12:24 IST)

ગુજરાતમાં રમાનાર 36મા નેશનલ ગેમ્સના લોગોમાં ગીરના સિંહને સ્થાન મળ્યું

news in gujarati
અમદાવાદમાં 14, ગાંધીનગરમાં 8, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં કુલ 14 રમતો રમાશે
 
ગુજરાત પહેલીવાર નેશનલ ગેમ્સ માટે યજમાન બન્યું છે. 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં રમાનાર છે.27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ  ગેમ્સનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે 36 મી નેશનલ ગેમ્સનો લોગો મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાયો.નેશનલ ગેમ્સમાં દેશભરના 7000 ખેલાડીઓ ગુજરાત આવશે. મુખ્યમંત્રીએ લોન્ચ કરેલા લોગોમાં ગીરના સિંહને સ્થાન મળ્યું છે. 
 
લોગોમાં ગીરના સિંહને સ્થાન આપવામાં આવ્યું
નેશનલ ગેમ્સના લોગોનુ અનાવરણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, ગુજરાત માટે આ ગૌરવની ઘટના છે. આટલી મોટી ગેમનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. આ MOU એક આધાર સ્તંભ બની રહેશે. AOIનો આભાર માનું છું કે આ મોકો ગુજરાતને આપ્યો. 2015માં કેરળમાં યોજાયા બાદ 7 વર્ષે ગેમ યોજાવાની છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આજે ઐતિહાસીક MoU સાઈન થયા છે. સ્પોર્ટ્સમાં અલગ અલગ રીતે ગુજરાતે પ્રગતિ કરી છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા, સુરતમાં ઈન્ડૉર સ્ટેડિયમ બન્યા છે. 7 વર્ષથી નેશનલ ગેમ્સનું આયોજન થતું ન હતું. ત્યારે ગુજરાત માટે આ ક્ષણ ખાસ બની રહેશે. 
 
રાજ્યના 6 શહેરોમાં આટલી રમતો રમાશે
ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર દરમિયાન 36મા રાષ્ટ્રીય રમોત્સવ (નેશનલ ગેમ્સ)નું આયોજન થવાનું છે. જેમાં 6 શહેર અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં 36 રમતોનું આયોજન કરાશે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અને સમાપન સુરતમાં થશે. આ સાથે હવે કઈ રમતોનું આયોજન ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધાઓ, રાજકોટમાં 3 સ્થળે 2 રમત સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે.