ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ઑક્ટોબર 2023 (18:16 IST)

ગીરનો રાજા દરિયાની મોજ લેતા કેમેરામાં કેદ થયો, જૂનાગઢના માંગરોળનાં દરિયાકાંઠે જોવા મળ્યો સિંહ

gir lion
gir lion
ગુજરાતમાં એશિયાટિક સિંહ મુખ્યત્વે ગીરમાં જોવા મળે છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં કૂતૂહલ જોવા મળ્યું હતું. ભાદરવી પૂનમે પેટ્રોલિંગ દરમિયાન જૂનાગઢના મુખ્ય વન સંરક્ષકે એક્સ પર તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રની ભરતીનો આનંદ માણતા સિંહ રાજાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો.અન્ય એક પોસ્ટમાં તેણે એશિયાટિક સિંહો પર એક સંશોધન પેપર પણ શેર કર્યું અને લખ્યું, “રસ ધરાવતા લોકો એશિયાટિક સિંહો પર આ પેપર પણ વાંચી શકે છે. અભ્યાસમાં જણાવાયું છે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેન્દ્રિત એશિયાટીક સિંહો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુને વધુ જોવા મળી રહ્યા છે.તેમની શ્રેણીમાં સિંહો વિવિધ પ્રકારના વસવાટ માટે જાણીતા છે. છૂટાછવાયા સિંહો દ્વારા કબજે કરાયેલ સૌથી મહત્વપૂર્ણ નિવાસસ્થાન દરિયાકાંઠાના રહેઠાણો છે. સુત્રાપાડાના દરિયાકાંઠાના વસવાટમાં સિંહોનો પ્રથમ રેકોર્ડ 1990 ના દાયકાના મધ્યમાં હતો અને ત્યારથી, ચાર જિલ્લાઓમાં ફેલાયેલા દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોની સતત હાજરી જોવા મળી રહી છે,” જે અભ્યાસ માં બહાર આવ્યું છે.