સુરતમાં બનશે બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન
મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની પ્રથમ બૂલેટ ટ્રેન ચાલવાની છે, જેના માટે સુરત પ્રથમ સ્ટેશન બનશે. . નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ માટે એક અધિકારીએ કહ્યું કે, ચાર સ્ટેશનો (વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને તે ડિસેમ્બર 2024 સુધી તૈયાર થઈ જશે. આ ચાર સ્ટેશનોમાં સૂરત તૈયાર થનારુ પ્રથમ સ્ટેશન હશે.
મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ધાટન 2017માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ પ્રોજેક્ટ પર કામ 2023 સુધી પુરો કરવાનો લક્ષ્યાંક હતો