ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 મે 2022 (11:08 IST)

મેઘો પાછો ખેંચાયો હવે રાજ્યમાં 10 જૂને નહી પણ આ તારીખે બેસશે ચોમાસું

monsoon update
છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે, પરંતુ બીજી તરફ વાદળછાયું વાતાવરણ અને બફારો વધ્યો છે. ગરમીની કંટાળી ગયેલા લોકો હવે ચોમાસાની રાહ જોઇ રહ્યા છે. થોડા સમય પહેલાં ચોમાસાના વહેલા આગમનને લઇને સમાચાર આવ્યા હતા. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ હવે એક નવી અપડેટ સામે આવી હતી જેમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં ચોમાસાના વહેલા આગમનને લઇને કોઇ શક્યતા નથી. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ જ રહેવાનો છે. જેથી આગામી 15 દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. આ વર્ષે 5 થી 10 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી. ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે. પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી 15 દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજોગો હાલ નથી.
 
હવામાન ખાતાની આગાહી અનુસાર 20 જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના આગમનની શક્યતા છે. અગાઉ 10 જૂને વરસાદના આગમનનો વરતારો હતો. પરંતુ પવનની પેટર્ન બદલાતાં 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ પવનની પેટર્ન બદલાતા હવે ગુજરાતમાં 20 જૂન સુધીમાં ચોમાસાના આગમનની શક્યતા છે. પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ આગામી પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાની કોઇ શક્યતા નથી.