રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2024 (18:11 IST)

કચ્છમાં CIDની કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે પકડાઈ

ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યાં છે. કચ્છમાં CIDમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી એક બૂટલેગર સાથે દારૂની હેરાફેરીમાં પકડાઈ છે. એલસીબીએ જ્યારે નીતા ચૌધરીને અને બૂટલેગર યુવરાજ સિંહ જાડેજાને પકડ્યા હતાં. તેમણે પોલીસની ટીમ પર જીપ ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીઓએ પોલીસની આઈ 20 અને ફોર્ચ્યુનર કારને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળે છે જેમાં પોલીસે સ્વ-બચાવમાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું પણ મીડિયા રીપોર્ટમાં જાણવા મળ્યું છે.
 
CIDની કોન્સ્ટેબલ નીતા ચૌધરી સામે ગુનો નોંધાયો
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભચાઉના ચોપડવા પુલ પાસે ગોલ્ડન હોટેલમાં ચેકિંગ કરી રહી હતી. ત્યારે ચેકિંગ દરમિયાન થાર કારમાંથી વિદેશ દારૂ મળી આવ્યો હતો. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી નીતા ચૌધરી અને બૂટલેગરે પોલીસ પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર યુવરાજ સિંહ જાડેજા સાથે મળીને શરાબની હેરાફેરી કરતી હતી. પોલીસે જ્યારે વાહન રોકીને તપાસ કરી તો તેમાંથી વિદેશી દારૂની 16 બોટલો અને બે બિયરના કેન મળી આવ્યા હતા. પોલીસે આ બંને વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને દારૂબંધી હેઠળ ગુના દાખલ કર્યા હતા. 
 
ભૂતકાળમાં નીતા ચૌધરીને સસ્પેન્ડ પણ કરવામાં આવેલી છે
નીતા ચૌધરી પોલીસનો યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો બનાવવાની મનાઈ હોવા છતાં વીડિયો બનાવ્યા હતા અને વર્દીનું અપમાન કર્યું હતું. ભૂતકાળમાં તેને સસ્પેન્ડ પણ કરવામાં આવેલી છે. નીતા ચૌધરીની સાથે જે કુખ્યાત બૂટલેગર યુવરાજસિંહ જાડેજા પકડાયો તેની સામે પણ અગાઉ 16 કેસ નોંધાયેલા છે.પોલીસે જણાવ્યા પ્રમાણે  નીતા ચૌધરી અને યુવરાજસિંહ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હોવાને પગલે પોલીસે હત્યાનો પ્રયાસ અને પ્રોહીબીશનનો ગુન્હો દાખલ કર્યો છે.