રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 15 નવેમ્બર 2021 (17:46 IST)

ગેંગરેપ પીડિતાએ ડાયરીમાં આપવીતી વર્ણવી - વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ અનેક રહસ્યો ખોલ્યા

ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ રહસ્યો ખોલ્યા

વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી નવસારીની યુવતીની લાશ મળ્યા બાદ તપાસમાં યુવતી પર વડોદરામાં ગેંગરેપ થયાનો ઘટસ્ફોટ થયો હતો. વડોદરાના બહુચર્ચિત ગેંગરેપ બાદ આપઘાત કેસમાં પીડિતાની ડાયરીએ અનેક રહસ્યો ખોલ્યા છે. પીડિતાએ તેની ડાયરીમાં મહત્વની બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં એક વાત એવી પણ તેણીએ લખી છે કે, તે બંને મવાલી જેવા ન હતા. પીડિતાએ ડાયરીમાં કેટલીક બાબતો હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં લખી હતી. તેણીએ ડાયરીમાં લખ્યું હતું કે, સાઇકલ લેવા તે ચકલી સર્કલ ગઇ પણ ત્યાં ભીડ હતી એટલે સાઇકલ લઇને હું જગદીશવાળી ગલીથી ફરીને જઇ રહી હતી. ત્યારે અચાનક પાછળથી કોઇએ તેની સાઇકલને જોરથી ધક્કો માર્યો અને દીવાલ સાથે ભટકાઇ નીચે પડી ગઇ હતી. તેવામાં બે લોકોએ તેની આંખ બાંધી દીધી અને માથામાં જોરથી મારતા તે અર્ધ બેભાન થઇ ગઇ.
આગળ તેણી લખે છે કે, ‘ભાનમાં આવ્યાં બાદ ચીસો પાડતાં નરાધમોએ મોઢા ઉપર દુપટ્ટો બાંધી દીધો હતો. શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી અર્ધબેભાન થઇ ગઇ હતી. બન્ને હવસખોરોને લાગ્યું કે તે મરી ગઇ છે, એટલે તેણીને ઢસડીને ઝાડીઓમાં લઇ જતા હતા. રસ્તા પરનો પત્થર માથામાં વાગતા તે ભાનમાં આવી અને બંનેને ખબર પડી કે તેનામાં હજી જીવ છે એટલે બંને ભાગી છુટ્યા હતા. તે ખૂબ ગભરાઇ ગઇ હતી, ઘટના તે કોઇને કહીં પણ નહોતી શકતી, તેને ખૂબ રડવુ હતુ પોતાની સાથે બનેલી આ ઘટના કોઇને કહીં મન હલકુ કરવુ હતુ પણ તેને સાંભળનાર કોઇ મૃતક યુવતી દ્વારા લખાયેલી ડાયરીમાં જ તેના પર સામુહિક દુષ્કર્મ થયાનો ખુલાસો થયો છે. પરંતુ, સાથે અન્ય કેટલાક વાક્યો પણ છે તેનો ભાવાર્થ જાણવા પોલીસ પ્રયત્ન કરી રહી છે. મૃતક યુવતીના કાકાના જણાવ્યા મુજબ ડાયરીના અંતિમ પાના પર યુવતી દ્વારા અંગ્રેજીમાં 'HOW I WILL FACE OASIS?'લખેલું છે.જેથી આ પ્રકારનું લખવા પાછળનું કારણ શું તેને લઈ વડોદરા પોલીસે યુવતીના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.પીડિતાનો કોઇ પીછો કરી રહ્યાં હોવાનો ડીવાયએસપી બી.એસ.જાધવે ઇન્કાર કર્યો હતો.જ્યારે સુત્રોએ જણાવ્યું હતું કે બંને નરાધમો અથવા કોઇ એક પીડિતાને ઓળખતો પણ હોઇ શકે છે. તે લોકો પીડિતાને જાણે ઓળખતા હોય, તેનાથી ખૂબ સારી રીતે પરિચિત હોય તેવુ તેને લાગતુ હતુ. કારણ કે, એ બન્ને તેનુ નામ પણ જાણતા હતા. 
 
બંને યુવાનોએ મારા હાથ બાંધીને બળાત્કાર કર્યો
વલસાડની NGOમાં કામ કરતી યુવતી સાથે વડોદરામાં દુષ્કર્મ બાદ આપઘાતના પ્રકરણમાં યુવતીને વેક્સિન મેદાનમાંથી તેની બહેનપણી પાસે પહોંચતી કરનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સિન ગ્રાઉન્ડમાં સાંજે 6-55 કલાકે બસ પાર્ક કરવા માટે ગયો હતો. તે સમયે અવાજ સંભળાતા મારી નજર ઝાડ ઉપર પડી હતી. ઝાડ નીચે એક યુવતી અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને પૂછતા તેણીએ કહ્યું કે, મારા ઉપર બે છોકરાઓએ બળાત્કાર કર્યો છે. બંને યુવાનો મારા હાથ બાંધીને અને મોઢા ઉપર ડૂચો મારી રીક્ષામાં લઇ આવ્યા હતા. અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તે સમયે બે છોકરા પણ ઉભા હતા. છોકરાઓને ફટકારવા માટે હું બસમાં ટોમી લેવા ગયો તે દરમિયાન બંને છોકરાઓ ફરાર થઇ ગયા હતા. 
 
બસ ડ્રાઈવર અને એક કાકાએ યુવતીને કપડાં શોધીને આપ્યા
વધુમાં રાજુભાઇએ જણાવ્યું કે, યુવતીને વધુ પૂછપરછ કરતા તેણે કોઇ જવાબ આપ્યો ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. તેઓએ યુવતીને ઓળખતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી લેંગીસ અને ચપ્પલ શોધી લાવ્યા હતા. લેંગીસ ફાટેલી હતી. યુવતીને કપડાં આપ્યા બાદ તેણે પહેરી લીધા હતા. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું. 
 
રીક્ષામાં જવાનો ઈનકાર કરતા ચાલીને મૂકવા ગયા
રાજુભાઇએ વધુમાં જણાવ્યું કે, છોકરીને મારી ગાડીમાં મૂકી જવા માટે જણાવ્યું હતું. પરંતુ તેણે ગાડીમાં જવા માટે ઇન્કાર કરી દીધો હતો. આથી હું તેને ચાલતા ચકલી સર્કલ પાસે મુકવા નીકળ્યો હતો. રસ્તામાં ઓટો રિક્ષામાં જવાનું કહ્યું. યુવતીએ રિક્ષામાં જવાનો પણ ઇન્કાર કરી દીધો હતો. આથી હું અને યુવતી ચાલતા ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી દીધી હતી. 
 
યુવતીની બહેનપણીએ પોલીસ ફરિયાદની ના પાડી
રાજુભાઇએ ઉમેર્યું કે, યુવતીની સહેલીને યુવતી સાથે બનેલી ઘટના અંગે મેં જાણ કરી હતી અને જણાવ્યું કે, આપડે પોલીસ ફરિયાદ કરવી જોઇએ. ત્યારે તેની સહેલીએ જણાવ્યું કે, ફરિયાદ કરવી નથી. હું તેની સાથે વાત કરી લઇશ. યુવતીને સોંપ્યા બાદ હું મારા ઘરે જતો રહ્યો હતો. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીને મારી સાથે ગોપાલકે પણ મદદ કરી છે. આજે પોલીસે મારી આ ઘટના સંદર્ભે પૂછપરછ કરી છે. યુવતી સાથે બળાત્કાર ગુજારનાર યુવાનોના ચહેરા મેં જોયા નથી. પરંતુ, તેઓને ભાગતા જોયા છે. તેઓની ઓટો રિક્ષાનો નંબર પણ જોયો નથી. પરંતુ, તેઓની રિક્ષા ઉભેલી જોઇ હતી. 
 
ફોનના આધારે યુવતીની ઓળખ થઈ હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત કવીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રીક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.