ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (17:25 IST)

શિક્ષકો ફરી સરકાર સામે, રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી મોંધવારી ભથ્થું વધારવા માંગણી

દેશમાં મોંઘવારી કૂદકે ને ફુસકે વધી રહી છે,  પરિણામે રાજ્યના  3 લાખથી વધુ શિક્ષકો અને અન્ય  કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખી આ શિક્ષકો અને અન્ય કર્મીઓ માટે  મોંધવારી ભથ્થું વધારવા માંગણી કરી છે. ઉપરાંત જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તે કેન્દ્રના ધારા- ધોરણ પ્રમાણેનું  મોંઘવારી ભથ્થુ હોય તેવી માંગ કરી છે.
 
વધતી મોંઘવારીથી જીવન જરૂરી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઇ ગઈ છે. ફળ-ફ્રુટ -દૂધ,શાકભાજી સહીત વાહનવ્યવહાર ભાડા મોંઘા થતા તમામ વસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઈ રહી છે.આવા સમયે શિક્ષકો અને અન્ય કર્મીઓ સાથે મોંઘવારી ભથ્થા રૂપી ન્યાય થાય તેવી માંગણી કરવામાં આવી છે