શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 ફેબ્રુઆરી 2021 (17:17 IST)

પોસ્ટ ઓફિસ કે બેંક નહી પણ ટાટાની આ કંપનીએ કરાવી બંપર કમાણી, એક વર્ષમાં 1 લાખના બનાવ્યા 5 લાખ

સામાન્ય રીતે લોકો નફો કમાવવા માટે પોતાના પૈસા પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ (Small Saving Schemes) કે પછી બેંકોની ફિકસ્ડ ડિપોઝીટ  (Fixed Deposit) માં રોકાણ કરે છે. આ યોજનાઓમાં રોકાનણના જે રિટર્ન મળે છે તે ગેરંટેડ હોય છે. પોસ્ટ ઓફિસ અને બેંક ઉપરાંત શેર બજારમાં રોકાણ એક એવો વિકલ્પ છે જેમા રિટર્નની કોઈ લિમિટ નથી.  અહી લાંબા સ્મયમાં રોકાણના અન્ય વિકલ્પોથી અનેકગણુ વધુ રિટર્ન મળવાની શક્યતા હોય છે. ટાટા ગ્રુપની બે કંપનીઓના શેરને કે વર્ષમાં રોકાણકારોને માલામાલ કરી નાખ્યા છે. છેલ્લા એક વર્ષમાં તેના શેરના રોકાણની જેટલી કમાણી છે તેટલો જ પ્રોફીટ એફડી જેવા કોઈ વિકલ્પમાંથી કમાવવામાં તમને અનેક વર્ષો લાગી જશે.
 
 
સ્ટોક માર્કેટમાં રોકાણ એક એવી રીત છે જેને તમે તમારા રોકાણના થોડાક જ વર્ષમાં અનેકગણુ વધારી શકો છો. એક્સપર્ટ્સનુ માનીએ તો કેટલાક આવા શેર બજારમાં છે જેમણે રોકાણકારોને બંપર રિટર્ન આપ્યુ છે. જોકે શેર બજારમાં રોકાણ જોખમોથી ભરેલુ છે અને તમને તેમા કોઈ એક્સપર્ટ કે તમારા ફાઈનેંશિયલ પ્લાનરની સલાહ પર જ રોકાણ કરવુ જોઈએ.   
 
અહી મળ્યુ 160 ટકાથી વધુ રિટર્ન 
 
ટાટા ગ્રુપની ટાટા કમ્યુનિકેશંસ  (Tata Communications)અને ટાટા મોટર્સ (Tata Motors)ના રોકાણકારોને બંપર રિટર્ન આપ્યુ છે. ટાતા કમ્યુનિએક્શંસના શેયરના ભાવ 1045 રૂપિયા છે. જ્યારે કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આ 388.60 રૂપિયા ચાલી રહ્યા હતા. આ હિસાબથી કંપનીએ 168%  રિટર્ન આપ્યુ. જો કોઈ રોકાણકારે 1 લાખ રૂપિયાનુ રોકાણ કર્યુ છે તો તેની  રકમ એક વર્ષમાં વધીને 2.68 લાખ રૂપિયા થઈ હશે. 
 
ટાટા મોટર્સે કર્યા માલામાલ, 1 લાખ બની ગયા 5 લાખ 
 
છેલ્લા એક વર્ષમાં ટાટા મોર્ટર્સના શેરના રોકાણકારોને માલામાલ કરી દીધા. છેલ્લા એક વર્ષમાં ટાટા મોટર્સના શેર એ રોકાણકારોને કમાણી કરાવી છે. એટલો પ્રોફિટ એફડી જેવા કોઈ વિકલ્પથી કમાવવામાં તમને અનેક વર્ષ લાગી જશે. માર્હ્ક 2020ના રોજ ટાટા મોટર્સના શેર 63.30 રૂપિયા સુધી ગબડી ગયા હતા. જ્યારે કે 23 ફેબ્રુઆરીના રોજ ટાટા મોટર્સના શેરનો ભાવ 323 રૂપિયા છે. મતલબ શેર દ્વારા રોકાણકારોને 400 ટકાનુ ભારે ભરકમ રિટર્ન મળ્યુ. જો કોઈને ટાટા મોટર્સના શેરમાં 1 લાખ લગાવ્યા હશે તો તે 5 લાખ રૂપિયાથી વધુ થઈ ગયા હશે.