રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (11:25 IST)

રાજ્યમાં સ્વાઈન ફ્લુનો ખતરો 1 નું મોત, જાણો સ્વાઈન ફ્લુના લક્ષણો અને કોને છે ખતરો તેના વિશે

swine flu
- જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી 
- વ્યક્તિ બે દિવસ પૂર્વે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર માટે દાખલ કરાયા હતા
- સ્વાઈન ફ્લૂનાં લક્ષણો અને સારવાર 
 
મહેસાણાના વિસનગરમાં સ્વાઇન ફ્લૂથી એક વ્યક્તિનું મોત થયું છે. કાસા રોડ પર રહેતા 52 વર્ષીય આધેડનું મોત થયું છે. દર્દીનો રિપોર્ટ સ્વાઇન ફૂલુ પોઝિટિવ આવ્યો હોવા છતા જીલ્લા આરોગ્ય વિભાગને જાણ ન કરતા લેબ સંચાલકને નોટિસ આપવામાં આવી હતી.  આ વ્યક્તિ બે દિવસ પૂર્વે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં રિપોર્ટ કઢાવતાં તેમને સ્વાઇન ફ્લૂ હોવાનું નિદાન થયું હતું અને ગુરુવારે રાત્રે સારવાર દરમિયાન મોત થયું હતું. 
 
સ્વાઈન ફ્લૂનાં લક્ષણો
 
સ્વાઈન ફ્લૂનાં લક્ષણો બીજા ઈન્ફલ્યુએન્ઝા જેવાં હોય છે અને તેમાં તાવ, ઉધરસ (ખાસ કરીને “સૂકી ઉધરસ”), માથાનો દુ:ખાવો, સ્નાયુ અને સાંધામાં દુ:ખાવો, ગળાનો સોજો, ઠંડી, થાક તથા નાકમાંથી પાણી નીકળવું તેનો સમાવેશ થાય છે. 
કેટલાક કેસોમાં અતિસાર, ઊલ્ટી વિષયક સમસ્યાઓનો પણ અહેવાલ આપવામાં આવ્યો છે. ગંભીર ગૂંચવણોના ઊંચા જોખમવાળા લોકોમાં, 65 વર્ષ કરતાં વધુ ઉંમરના, 5 કરતાં ઓછી વયના, સગર્ભા સ્ત્રીઓ (ખાસ કરીને ત્રણ મહિના દરમિયાન), અને અસ્થમા, ડાયાબિટીસ, જાડાપણું, હૃદયરોગ કે નબળી રોગપ્રતિરક્ષા સ્થિતિ (દા.ત. ઈમ્યુનોસપ્રેસિવ દવાઓ લેતા હોય અથવા એચઆઈવી ચેપ લાગ્યો હોય) જેવી તબીબી સ્થિતિવાળી કોઈપણ ઉંમરની વ્યકિતઓનો સમાવેશ થાય છે. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધો વધુ જોખમ છે. 
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના 'H1N1' પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને 'રોગચાળો' જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, 2009 પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે.

સ્વાઈન ફ્લૂથી બચવાના ઉપાય 
 
સ્વાઇન ફ્લૂની સારવાર એક હદ સુધી થઈ શકે છે. શરૂઆતના તબ્બકે આનો ઉપચાર ટૅમી ફ્લૂ અને રેલેન્ઝા નામની વાઇરસ વિરોધી દવાથી કરવામાં આવી છે. ડૉક્ટરોના મતે આ દવા ફ્લૂને અટકાવી શકતી નથી પરંતુ તેની ઘાતક અસરો ઓછી કરી શકે છે.
 
સ્વાઇન ફ્લૂથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય સ્વચ્છતાનું પાલન છે. જ્યાં ખૂબ જ ભીડ હોય તેવી જગ્યાઓએ જવાનું ટાળવું, ઉઘરસ ખાતા સમયે કે છીંક આવે ત્યારે મોઢા અને નાકને રૂમાલ કે કપડાથી ઢાકવાં અને જે વ્યક્તિને ફ્લૂની અસર હોય તેનાથી અંતર જાળવી રાખવું જોઈએ. જાહેર સ્થળો પર જતા સમયે માસ્ક બાંધવું હિતાવહ છે.
 
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, વર્ષ 2009માં સ્વાઈન ફ્લૂના 'H1N1' પ્રકારે ભારે તબાહી મચાવી હતી, જેના કારણે તેને 'રોગચાળો' જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, 2009 પહેલા, ઈન્ફલ્યુએન્ઝા A(H1N1) વાયરસ ક્યારેય લોકોમાં ચેપના કારણ તરીકે ઓળખાયા ન હતા. આ વાઇરસના આનુવંશિક પૃથ્થકરણમાં જાણવા મળ્યું છે કે તે પ્રાણીના ઈન્ફલ્યુએન્ઝા વાયરસથી ઉદ્દભવ્યું છે, જે મૂળ ડુક્કરમાં જોવા મળે છે.