બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (12:03 IST)

28 વર્ષથી પીધી નથી ચા, રામ મંદિર બન્યા પછી લગાવશે ચાની ચૂસકી

અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજનને લઇને ગુજરાત સહિત દેશભરમાં જોરદાર ઉત્સાહ જોવા મળ્યો હતો. જેના માટે ખાસકરીને 1992ના કાર સેવામાં ભાગ લેનાર કાર સેવકો માટે 5 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે. 
 
સુરતના ભરતભાઇ નામના વ્યક્તિ 1992ની કાર સેવામાં ભાગ લેવા આવ્યા હતા અને સંકલ્પ લીધો હતો, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર બની નહી જાય અને ત્યાં પહેલી પૂજા નહી થાય ત્યાં સુધી ચા નહી પીવે. છેલ્લા 28 વર્ષથી આ સંકલ્પનું પાલન કરી રહેલા ભરતભાઇ સુરતના ધોડદોડ રોડ વિસ્તારમાં રહે છે. ભરતભાઇ સાથે ચિમનભાઇ પણ કાર સેવામાં સામેલ થયા હતા અને અયોધ્યા આંદોલન દરમિયાન દિવસ-રાત એક કર્યો હતો. 
 
તે સમયે ભરતભાઇએ સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી અયોધ્યામાં મંદિરનું નિર્માણ જ નહી પરંતુ ત્યાં પૂજા નહી થાય ત્યાં સુધી ચા નહી પીવે. આ વાતને 28 વર્ષ વર્ષ વીતી ગયા છે અને ભરતભાઇ પોતાનો સંકલ્પનું પાલન કરી રહ્યા છે. ભૂમિ પૂજનના અવસર પર તેમની ખુશી સમાઇ રહી નથી. ભરતભાઇનું કહેવું છે કે સૌથી વધુ ખુશી ત્યારે થશે, જ્યારે ભગવાન રામનું મંદિર બની જશે અને ત્યાં પહેલી પૂજા થશે, ત્યારબાદ તે ચાની ચુસ્કી લગાવશે.