રાહુલ ગાંધીને સુરત સેશન્સ કોર્ટે આપ્યા જામીન, માનહાનિ કેસમાં હવે 3 મે ના રોજ સુનાવણી
સુરત મોઢ વણિક સમાજની માનહાનિના કેસમાં સુરત ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હરેશ વર્માની કોર્ટ ગઈ તા.23 મી માર્ચના રોજ આરોપી રાહુલ ગાંધીને દોષી ઠેરવી બે વર્ષની કેદ ની સજા ફટકારી હતી. જે હુકમથી નારાજ થઈ ને તેની કાયદેસરતાને પડકારતી અપીલ દાખલ કરી છે .
આજે રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ,રાજસ્થાન અશોક ગહેલોત તથા હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સુક્કુ આજે સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. તદુપરાંત પ્રિયંકા ગાંધી સહિત રાહુલ ગાંધી પોતાની લીગલ ટીમને લઈને આજે બપોરે 3 કલાકે સુરત કોર્ટમાં માનહાનિના કેસમાં નીચલી કોર્ટના સજાના હુકમ સામે આપેલ દાખલ કરી હતી. જેની સુનાવણી કોર્ટે આગામી 3જી મે સુધી મુલતવી રાખી છે. કોર્ટે રાહુલ ગાંધીને સજાના હુકમ પર સ્ટે મુદ્દે નવેસરથી શરતી જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસના સામેના પક્ષકારો ફરિયાદી તથા સરકારી વકીલને નોટીસ ઈસ્યુ કરી વધુ સુનાવણી તા.3 મે સુધી મોકુફ રાખી છે. આજે પણ કોર્ટ સંકુલની બહાર કોગ્રેસના અગ્રણી સ્થાનિક,પ્રાદેશિક અને રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.