સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (18:41 IST)

સુરતમાં નકલી તેલ-ઘી બનાવાનું કારખાનું ઝડપાયું

સુરતવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરવાનું કૌભાંડ ઝડપાયું છે. તેલ કંપનીએ પોલીસ સાથે રેડ કરી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સુરતના રામનગર વિસ્તારમાં આવેલા હાઉસિંગમાંથી બ્રાન્ડેડ કંપનીના તેલ અને ઘીનું ડુપ્લિકેશન કરવાનું કારખાનું ઝડપાયું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, સુમુલ, ગુબાલ, ફોર્ચ્યુન, તિરૂપતિ સહિતની કંપનીના સ્ટીકર મળ્યા હતા. ડુપ્લીકેટ ઘી ઉપર ઓરિજિનલ કંપનીના લેબલ મારવામાં આવ્યા હતા.

રામનગર વિસ્તારમાં આવેલી ડિવા ટ્રેડિંગ નામની દુકાનમાં પ્રખ્યાત ઓઇલ કંપનીના ખાદ્ય તેલનું ડુપ્લિકેશન કરવામાં આવી રહ્યું હતું. જેની જાણકારી કંપનીના અધિકારીઓ સુધી પહોંચતા તેમણે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરને ફરિયાદ કરી હતી. કંપનીના અધિકારીઓએ પોલીસ સાથે રેડ કરતા જ તેમની આંખો પહોળી થઇ ગઇ હતી.માત્ર એક કંપની જ નહીં પરંતુ લગભગ તમામ કંપનીના તેલનું ડુપ્લિકેશન કરવાનું કૌભાંડ સામે આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સુમુલ જેવી સહકારી અને વિશ્વસનીય બ્રાન્ડના ઘીનું પણ ડુપ્લિકેશન કરી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ અને ડુપ્લિકેશનમાં વપરાતા સાધનો સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી.