સુરત-કોલકાતાની ફ્લાઈટ 12મીથી શરૂ થશે, હવેથી વાયા પટના થઈને વારાણસી પણ જશે
સ્પાઇસ જેટ એરલાઇન્સે સુરત-કોલકાતાની ડેઈલી ફ્લાઇટ ફરી શરૂ કરી છે. પરંતુ આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ પટના થઈ કોલકાતા અને અઠવાડિયામાં ચાર દિવસ વારાણસી થઈ કોલકાતા જનારી છે. એરલાઇન્સે ફ્લાઇટનું શિડ્યૂલ પણ જાહેર કર્યું છે. જે પ્રમાણે કોલકાતા-સુરત-પટના-કોલકાતાની ફ્લાઇટ 12મી જાન્યુઆરીથી 27મી માર્ચ સુધી ચાલશે. તેવી જ રીતે કોલકાતા-સુરત-વારાણસી કોલકાતાની ફ્લાઇટ 13મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી ચાલનારી છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ સુરતથી કોલકાતાની ફ્લાઇટ પહેલા ઓપરેટ કરાતી હતી. જોકે, તે ફ્લાઇટમાં જનારા પેસેન્જરોની સંખ્યા ઓછી હતી. પરંતુ કોલકાતાથી સુરત આવનારા પેસેન્જરોની સંખ્યા વધુ હતી. આમ, આવી સ્થિતિ જોતા એરલાઇન્સે 24મી ડિસેમ્બરથી ફ્લાઇટનું બુકિંગ કર્યું હોવાની વાત જણાય આવી હતી. ફ્લાઇટ બંધ થતા જ કોલકાતાથી સુરત આવનારા પેસેન્જરોને હાલાકી પડવા લાગી હતી. જેને કારણે ચેમ્બર અને WWWAS દ્વારા ફ્લાઇટ ફરી શરૂ કરવા રજૂઆત કરી હતી. કોરોનાના કહેરમાં એરપોર્ટ પર પેસેન્જરોની અવર જવર નોંધપાત્ર વધારો નોંધાયો છે. છેલ્લા 8 મહિનામાં એરપોર્ટ પર પેસેન્જરોની અવર જવર 1600થી સીધી જ 74,000 પર પહોંચી ગઈ છે. ડીજીસીએનાના આદેશ બાદ 22 મેથી એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ અને ઇન્ડિગો એરલાઇન્સે એક પછી એક પોતાની ફલાઇટ સુરત એરપોર્ટથી ટેકઓફ કરી હતી કરી હતી. તેવામાં જ એરપોર્ટથી અવર જવર કરનારા પેસેન્જરોમાં ધીમે ધીમે વધારો નોંધાયો છે. સુરત એરપોર્ટના ડિરેક્ટર અમન સૈની કહે છે કે એરપોર્ટથી મે મહિનામાં 1616 પેસેન્જરો અને ડિસેમ્બરમાં 74,415 પેસેન્જરોની અવરજવર નોંધાય છે. પેસેન્જરોની અવર જવર 1600થી 74 હજાર પર પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં એરપોર્ટ પર 39,841 પેસેન્જરો આવ્યા છે તો 34,574 પેસેન્જરો ગયા છે. આમ, એરપોર્ટથી 74,415 પેસેન્જરોની અવર જવર નોંધાય છે. આ ફ્લાઈટ 12મી જાન્યુઆરીથી 27 માર્ચ સુધી મંગળવાર, ગુરૂવાર અને શનિવાર એમ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓપરેટ થનારી છે. કોલકાતાથી ફ્લાઇટ 9:00 કલાકે ટેકઓફ થઇ સુરત 11:40 કલાકે લેન્ડ થશે અને ત્યાંથી 12:10 કલાકે ટેકઓફ થઇ પટના 14:40 કલાકે લેન્ડ થશે. તે પછી ત્યાંથી 15:10 કલાકે ટેકઓફ થઇ કોલકાતા 16:15 કલાકે લેન્ડ થશે. આ ફ્લાઈટ 13મી જાન્યુઆરીથી 26મી માર્ચ સુધી સોમવાર, બુધવાર, શુક્રવાર અને રવિવારના એમ અઠવાડિયામાં ચાર દિવસ ઓપરેટ થનારી છે. કોલકાતાથી ફ્લાઇટ 9:00 કલાકે ટેકઓફ થઇ સુરત 11:40 કલાકે લેન્ડ થશે અને ત્યાંથી 12:10 કલાકે ટેકઓફ થઇ વારાણસી 13:50 કલાકે લેન્ડ થશે. તે પછી ત્યાંથી 14:30 કલાકે ટેકઓફ થઇ કોલકાતા 16:00 કલાકે લેન્ડ થશે.