ભાજપના પૂર્વ કોર્પોરેટર PVS શર્માએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, હાલત ગંભીર
સુરતના જ્વેલર્સ કલામંદિર દ્વારા નોટબંદી દરમિયાન મની લોન્ડરિંગનો આરોપ લગાવનાર અને પીએમ મોદી સામે તપાસના માંગ કરીને ચર્ચામાં આવેલ પીવીએસ શર્માએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલી જ્વેલર્સ કલામંદિર દ્વારા નોટબંધી દરમિયાન સોના વેચાણના નામે મની લોન્ડરિંગ કર્યું હોવાના આક્ષેપોને કારણે પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં આઈડીના દરોડા (IT raid) પડ્યા હતા, ત્યારે પીવીએસ શર્મા દ્વારા વડાપ્રધાન મોદીને ટ્વિટ કરી ED અને CBI તપાસની માંગ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેઓ પોતાના ફ્લેટની નીચે જ ધરણા પર બેસ્યા હતા.
ઉલ્લેખનીય છે કે PVS શર્માની ઓફિસે અને ઘરે 24 દિવસ પહેલા ITએ રેડ પાડી હતી. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર PVS શર્મા અને અન્ય એક સામે ફરિયાદ નોંધાઈ છે. પીવીએસ શર્મા અને કંપનીના ડાયરેક્ટર સીતારામ અડુકીયા સામે આઈપીસી કલમ 465, 468, 471, 420 અને 120(બી) મુજબનો ગુનો નોંધ્યો છે.