Surat Fire - મારી પાસે બિલ્ડિંગમાંથી કૂદવા સિવાય કોઈ રસ્તો નહોતો
સૂરત. ડાયમંડ સિટીના નામથી મશહૂર સૂરતના સરથના વિસ્તારમાં એક વ્યવસ્તાયિક બિલ્ડિંગના ત્રીજા માળ પર ચાલી રહેલ કોચિંગ સેંટરની અંદર લાગેલી ભીષણ આગમાં 16 છોકરીઓ સહિત 20 વિદ્યાર્થીઓ બળીને ખાખ થઈ ગયા. વિનાશકારી આગથી બચવા માટે લગભગ એક ડઝન વિદ્યાર્થીઓ ત્રીજા અને ચોથા માળથી કુદી પડ્યા. કુદનારાઓમાંથી 3 બાળકોના મોત થઈ ગયા. આ દુર્ઘટનામાં બચેલ એક વિદ્યાર્થીએ જણાવ્યુ કે તેની પાસે ત્રીજા માળથી કુદવા સિવાય કોઈ ઓપ્શન નહોતો આ દરમિયાન ક્રાઈમ બ્રાંચે કોંચિગ સેંટરના માલિક ભાર્ગવ ભુટાનીને અરેસ્ટ કરી લીધો છે.
આ ભીષણ અગ્નિકાંડમાં જીવતા બચેલા રૂશિત વેકારિયાએ જણાવ્યુ કે કોચિંગ સેંટ્રના એસીમાંથી નીકળી રહેલા આગથી બધા લોકો ગભરાય ગયા હતા. તેમણે કહ્યુ કોચિંગ ભણાવનારી ટીચરે કહ્યુ અહી ધમાડો છે ચોક્કસ કોઈએ બહાર આગ પ્રગટાવી હશે તેનો આ ધુમાડો હશે. પણ ધુમાડો સતત વદ્ફ્હતો ગયો અમે લોકો છેલ્લા રૂમમાં સુરક્ષા માટે જતા રહ્યા. જ્યારે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા માંડી તો અમે બારીઓને ખોલી નાખી.
ફાયર બ્રિગેડે લોકોને નીચે કૂદવા માટે કહ્યુ - વેકારિયાએ જણાવ્યુ કે ફાયર બ્રિગેડના લોકો નીચે હાજર હતા અને તેમણે કૂદવા માટે કહ્યુ. તેમણે કહ્યુ ફાયર બિગ્રેડના લોકો નીચે કૂદવાનુ કહી રહ્યા હતા પણ તેમની પાસે કોઈ સુરક્ષા જાળ નહોતી. મે વિચાર્યુ કે જો હુ અહી રહીશ તો ધુમાડાથી મરી જઈશ તેથી મે ચાંસ લીધો અને મારા મિત્રોને છોડીને ત્રીજા માળથી કૂદી ગયો. બસ ત્યારબાદ મને એટલુ યાદ છે કે મને ખૂબ દુખાવો થઈ રહ્યો હતો. જ્યારે મને હોશ આવ્યો તો હુ હોસ્પિટલમાં હતો. મે અનુભવ્યુ કે હુ બચી ગયો છુ અને માથામાં વાગ્યુ છે. રૂશિતને માથામા 8 ટાંકા આવ્યા છે.
ઘડીયાળથી થઈ એક વિદ્યાર્થીનીની ઓળખ
આ ભીષણ આગમાં બાળકોના શબ એટલા ખરાબ રીત બળી ગયા હતા કે તેમની ઓળખ નહોતી થઈ રહી. આ દરમિયન એક મહિલાએ કહ્યુ, આ મારી દીકરી છે. ઉલ્લેખનીય છે કે મહિલાએ પોતાની પુત્રી જાહ્નવીની ઓળખ તેની ઘડિયાળથી કરી. જાહ્નવીનુ શરીર ઘણા બળી ચુક્યુ હતુ. જેને કારણે તેની ઓળખ નહોતી થઈ શકતી. જાહ્વવીના અંકલે કહ્યુ કે હાલ જ જાહ્નવીના પિતાએ તેને નવી ઘડિયાળ ભેટમાં આપી હતી. જાહ્નવી આગમાં ઘેરાય ગઈ અને ખુદને બચાવી ન શકી.
બિલ્ડિંગમાંથી નીકળવાનો નહોતો કોઈ બીજો રસ્તો
સ્થાનીક લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટે સિસ્ટમ પણ નહોતી. અને આગ લાગવાની સ્થિતિમાં બિલ્ડિંગમાથી નીકળવાનો કોઈ બીજો રસ્તો નહોતો. આ જ કારણથી જે જ્યા હતુ ત્યા જ ફસાય ગયુ અને જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી કૂદવુ જ એક અંતિમ રસ્તો દેખાયો. આ ભીષણ આગ પછી જાગેલી સરકારે અમદાવાદ સૂરત રાજકોટ વડોદરાના બધા કોચિંગ સેટર્સને ફાયર સેફ્ટી ઓડિટ પુર્ણ થતા સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ દુર્ઘટના પછી અમદાવાદ પોલીસે જીલ્લામા ચાલી રહેલા બધા ટ્યુશન ક્લાસ ડાંસ કલાસ અને સમર કૈપ્સને સાવધાની માટે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
નગર નિગમે ફાયર ઓફિસરને ઠેરવ્યા જવાબદાર
ગરમીઓની રજા ચાલી રહેલ સૂરતના નગર નિગમ પ્રમુખ એમ થેન્નર્સનએ વરચ્છાના ફાયર ઓફિસરને આ ઘટના માટે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યુ કે ફાયર ઓફિસર ઈમારતમાં સુરક્ષા માનકોના ઉલ્લંઘને ઓળખી ન શક્યા. અમે તેમને સસ્પેંડ કરવાનો નિર્ણય કર્યો છે. બીજી બાજુ મોડી રાત્રે કોચિંગ સેંટર ચલાવનારા ભાર્ગવ ભૂટાની અને ગેરકાયદેઅર ત્રીજો માળ બનાવનારા હર્સલ વેકારિયા અને જિગ્નેશ બાગદારા વિરુધ્ધ મામલો નોંધાયો છે. ક્રાઈમ બ્રાંચે કોચિંગ સેંટરના માલિક ભાર્ગવ ભુટાનીને શનિવારે અરેસ્ટ કરી લીધા.